તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:લાયસન્સ વિના વાહન ચલાવતા સગીર સામે કાર્યવાહી કરાશે, વાલીઓને પણ જવાબદાર ગણવામાં આવશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં સ્કૂલો શરૂ થતા સ્કૂલે જવા ટીનએજરો લાયસન્સ વિના વાહન ચલાવવા લાગ્યા છે. ત્યારે આ મામલે કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શાળામાં અભ્યાસ માટે આવતા ટીનએજરો કે જે લાયસન્સ વિના વાહનો ચલાવે છે તેના પર અંકુશ લાવવા એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી છે.

ત્યારે જિલ્લાના તમામ થાણા અમલદારો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન લાયસન્સ વિના વાહન ચલાવતા ટીનએજર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન માં, બાપને પણ પોતાના નાની વયના સંતાનોને વાહન ન આપવા જણાવાયું છે. તેમ છત્તાં આવા બાળકો પકડાયા બાદ તેમના વાલીઓને પણ જવાબદાર ગણાશે.

અન્ય સમાચારો પણ છે...