તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકુમ:હીટ એન્ડ રનના ગુનામાં સગીરને જામીન ન મળ્યા, 2 માસ પહેલાં પીએસઆઇને હડફેટે લેતાં મોત થયું તું

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જૂનાગઢના ગીરનાર રોડ પર બે માસ પહેલાં એક સગીરે કાર બેફામ સ્પીડે ચલાવી પીએસઆઇને હડફેટે લીધા હતા. જેમાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં તેણે કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના ગીરનાર રોડ પર તા. 6 જુલાઇ 2021 ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં પીએસઆઇ ડી. કે. શીંગરખિયા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલીંગમાં હતા.

ત્યારે દામોદર કુંડથી આગળ બાલનાથ મંદિર પાસે આઇ-20 કાર ચલાવનાર સગીરે તેમને હડફેટે લઇ નાસી છૂટ્યો હતો. આ બનાવમાં પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. તેણે જામીન અરજી કરી હતી. જેને સ્પેશ્યલ જજ ફોર ચિલ્ડ્રન કોર્ટના જજ ટી. ડી. પડીઆએ સરકારી વકીલ ડી. સી. ઠાકરની દલીલોને માન્ય રાખી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...