તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:પરિક્ષાની તૈયારી કરતા જુનિયર વકિલોને 42 દિ માર્ગદર્શન અપાયું

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં કોર્ટ કાર્યવાહી બંધ હતી ત્યારે
  • નિવૃત્ત ન્યાયાધિશો, સીનિયર ધારાશાસ્ત્રીઓએ આપી જાણકારી

જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા વેબીનાર યોજી 42 દિવસ સુધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે યોગેશ પંડયા અને પ્રતિક રાવલે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે કોર્ટની ફિઝીકલ કામગીરી બંધ રહી હતી. ત્યારે જૂનાગઢ બાર એસોસિએશ દ્વારા પ્રેરણાદાયી કામ કરાયું હતું.

રાજ્યમાં ન્યાયિક સેવાઓની પરિક્ષાની તૈયારી કરતા જૂનીયર વકિલો માટે એડવોકેટ એન. કે. મહિડા દ્વારા 42 દિવસ સુધી વેબીનાર યોજ્યો હતો. આ વેબીનારમાં નિવૃત ન્યાયાધીશો, સિનીયર વકિલો અને કાયદાના નિષ્ણાંતોએ જૂનીયર વકિલોને માર્ગદર્શન આપ્યું હતું. ઓનલાઇન વેબીનારમાં મુખ્ય ન્યાયાધીશ રિઝવાના બુખારી, સિનીયર સિવીલ જજ પી.એમ. અટોદરીયા, એન. કે. પુરોહિત, ભાવેશ ઝીંઝુવાડીયા, નિવૃત ન્યાયાધીશ કે. બી. રાઠોડ, એસ.એમ. સીંગલ, મુકેશ ઉપાધ્યાય, મિનાક્ષીબેન રાઠોડ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...