તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને ફીમાંથી મુક્તિ આપવાની જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની જાહેરાત

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીએ પોતાની કોલેજના આચાર્યને આધાર-પુરાવા સાથે દરખાસ્ત કરવાની રહેશે

જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કે જેને સંલગ્ન કોલેજો જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાં કાર્યરત છે. આ જિલ્લાઓના વિદ્યાર્થીઓ માટે યુની. એ નિર્ણય કર્યો છે. જે મુજબ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોનાથી માતા કે પિતાની અથવા બન્નેની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ ફીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે વિદ્યાર્થીએ પોતાની કોલેજના આચાર્યને આધાર-પુરાવા સાથે દરખાસ્ત કરવાની રહેશે જેના આધારે ફી માફીનો લાભ વિદ્યાર્થીને મળશે.

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન અનેક લોકોના મૃત્યુ થયા છે. જેમાં અનેક સંતાનોએ પોતાના માતા કે પિતા અથવા બન્ને ગુમાવ્યા છે. આવા કિસ્સામાં જે સંતાનો (વિદ્યાર્થીઓ) નરસિંહ મહેતા યુનિવર્સિટીની સંલગ્ન કોલેજમાં અભ્યાસ કરે છે અને કોરોનામાં તેણે માતા-પિતા અથવા બન્નેની છત્રછાયા ગુમાવી છે. તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ ફીમાંથી મુક્તિ આપવા યુનિ. દ્વારા નિર્ણય ક૨વામાં આવ્યો છે.

આવા વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્ય તેમજ અનુસ્નાતક કેન્દ્રના વડાઓને આધાર-પુરાવા સાથે દરખાસ્ત કરવાની રહેશે. જેના આધારે વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ મળી શકશે. જેથી વિદ્યાર્થીઓએ ઉપર જણાવ્યા મુજબ પોતાની કોલેજના આચાર્યને સમયસર દરખાસ્ત કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...