બર્નિંગ બાઈક:જૂનાગઢના માંગરોળ પેટ્રોલ પંપ એક બાઈક ભડભડ સળગી ઉઠી, ચાલકનો બચાવ

જુનાગઢ2 મહિનો પહેલા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બાયપાસ રોડ પર પેટ્રોલ પંપ પાસે બાઇકમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. સવારના સમયે યુવાન જ્યારે બાઈક લઇ પેટ્રોલ પુરાવી પરત પોતાના કામે જતો હતો ત્યારે અચાનક જ બાઈકમાં આગ લાગી હતી.માંગરોળ બાયપાસ પર આવેલ જમજમ પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાવી ગેટ બહાર નીકળતા બાઇકમાં લાગી આગ જતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી મચી હતી.

સવારના સમયે બાઇકમાં આગ લાગતાં થોડીવાર માટે લોકોના જીવ અધ્ધર થયા હતા , સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી.આગ લાગતા બાઈક બળીને ખાક થઈ હતી, સ્થાનિક લોકો દ્વારા આગ બુજાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...