સોરઠવાસીઓ માટે ખુશખબર:જૂનાગઢના કેશોદ એરપોર્ટને 12 તારીખથી પુનઃ ધમધમતું કરાશે, વેપાર-ધંધા અને પ્રવાસનને વેગ મળવાની આશા

જુનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 માર્ચના રોજ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયા એરપોર્ટનું ઉદદ્ધાટન કરશે
  • ઘણા વર્ષોથી બંઘ સેવા સાંસદ રાજેશ ચુડાસમાના સક્રીય પ્રયાસથી ફરી શરૂ થશે
  • કેશોદ એરપોર્ટ પરથી પ્રથમ મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરશે

ઘણા વર્ષોથી બંધ એવા જૂનાગઢના કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવા અંગે છેલ્લા કેટલાય સમયથી લોકમાંગ ઉઠી હતી. જેને ઘ્‍યાને લઈ સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રયાસો હાથ ધર્યા હતા. જેને સફળતા મળી છે. આગામી તા.12 માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું કેન્દ્રીય નાગરીક ઉડ્યન મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયા ઉદદ્ધાટન કરશે. એરપોર્ટ પર હવાઈ મુસાફરી શરૂ કરવા માટે રૂ.25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. તા.12 માર્ચના રોજ કેશોદ એરપોર્ટ પરથી પ્રથમ સીધી મુંબઇની ફલાઈટ ઉડાન ભરનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મંત્રી સિંધિયા દ્વારા સાંસદ રાજેશ ચુડાસમાને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે. કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સૌરાષ્‍ટની સાથે જૂનાગઢ અને ગીર સોમનાથના પ્રવાસન ઉદ્યોગને સારો વેગ મળશે.

જૂનાગઢ જિલ્‍લાના કેશોદ શહેરમાં આવેલું એરપોર્ટ ઘણા સમયથી બંધ હોવાથી તેને ધમધમતુ કરવા ઉધ્યોગો સાથે વેપારી મંડળો દ્વારા રજૂઆતો સાથે માંગણી કરવામાં આવતી હતી. દર ચૂંટણીમાં કેશોદ એરપોર્ટ શરૂ કરવાનો મુદ્દો ગુંજતો પણ હતો. જેને લઈ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા પ્રયાસો હાથ ઘરવામાં આવ્યા હતા. જે અંર્તગત દિલ્‍હી ખાતે મંત્રીને મળી ઉડાન યોજના અંર્તગત કેશોદ એરપોર્ટ પરથી વિમાન સેવા શરૂ કરવા રજુઆત કરી હતી. જેને લઈ ઉડયન મંત્રાલય દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.

કેશોદ એરપોર્ટ ખાતે રૂ.25 કરોડના ખર્ચે રન-વે મરામત સહિતની જરૂરી તમામ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે તાજેતરમાં પુર્ણ થઈ ગઈ હતી. જેથી કેશોદ એરપોર્ટ પરથી વિમાનને ઉડાન ભરવા અંગે નાગરીક ઉડયન મંત્રીએ સાંસદને પત્ર લાખી જાણ કરી છે.

રાજેશ ચુડાસમા - સાંસદ
રાજેશ ચુડાસમા - સાંસદ

આ અંગે સાંસદ રાજેશ ચુડાસમાના જણાવ્‍યાં મુજબ આગામી તા.12 માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું નાગરીક ઉડયન મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયા ઉદ્દદ્વાટન કરશે. કેશોદ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ મુંબઈ સુધીની ઉડાન ભરશે. જેને લઈ જરૂરી તમામ તૈયારીઓ પુર્ણ થઈ ચુકી છે. એરપોર્ટ પરથી પ્રથમ પ્‍લેન એર ઇન્‍ડીયાનું ઉડાન ભરશે. તે કેટલી સીટનું હશે તે સહિતની વિગતો ટુંક સમયમાં જાહેર થશે. કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સ્‍થાનીક પ્રવાસન ઉદ્યોગ સાથે ફીશ, સીમેન્‍ટ, કેમીકલના ઉદ્યોગો સાથે સ્‍થાનીક વેપાર- ધંધાને વેગ મળવાની સાથે રોજગારી પણ વધશે. જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્‍લાની ટુરીઝમ સર્કીટને વિકસાવવામાં ખુબ ફાયદો મળશે તેવી આશા છે.

અત્રે નોંધનીય છે કે, કેશોદ એરપોર્ટ જૂનાગઢ અને સોમનાથની વચ્‍ચે મઘ્‍યે આવેલું છે. જેથી બંને જિલ્‍લાના પર્યટન સ્‍થળોની કનેક્ટીવીટી માટે સરળતાથી પર્યટકોને મળી રહેશે. છેલ્‍લા એક દસકામાં જૂનાગઢમાં ગીરનારનો વિકાસ હોય કે રોપ-વે સુવિધા, એશિયાટીંક સિંહોના રહેઢાણ એવા સાસણ ગીર, સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર જેવા પર્યટન સ્‍થળોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓનો આંકડો નોંધનીય રીતે પ્રતિ વર્ષ વધતો જોવા મળ્યો છે. જેથી જૂનાગઢ અને ગીર સોમનાથમાં વિમાન સેવા શરૂ કરવાની લાંબા સમયથી માંગ થઇ રહી હતી. જેને સાંસદ રાજેશ ચુડાસમાના સક્રીય પ્રયાસોથી ફળીભુત થતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...