એજ્યુકેશન:ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જૂનાગઢની દિકરી બોર્ડ ફર્સ્ટ

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય દિકરી ચોથા ક્રમે ઉતિર્ણ થઇ, બન્નેએ શાળાનું ગૌરવ વધાર્યું

ગત માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આમાં બોર્ડમાં પ્રથમ અને ચોથા નંબરે ઉતિર્ણ થઇ બન્ને દિકરીઓએ જૂનાગઢનું અને શાળાનું નામ રોશન કર્યું છે.

આ અંગે મળતી વિગત મુજબ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં પટેલ કેળવણી મંડળ જૂનાગઢની ગ્રાન્ટેડ આર.જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની નેન્સી અગ્રાવતે 95.23 ટકા સાથે 99.99 પીઆર મેળવી બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જ્યારે શાળાની જ અન્ય વિદ્યાર્થીની પ્રાંજલ કરમુરે 99.96 પીઆર મેળવી રાજ્ય બોર્ડમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર સ્કૂલનું પરિણામ 89.36 ટકા આવેલ છે. દરમિયાન બોર્ડ ફર્સ્ટ અને ચોથા ક્રમે આવી શાળા તેમજ જૂનાગઢનું નામ રોશન કર્યું હોય સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કાંતિભાઇ ફળદુ, પ્રમુખ સીએ સવજીભાઇ મેનપરા, મંત્રી શિરીષભાઇ સાપરીયા, કિશોરભાઇ મેંદપરા, રતિભાઇ મારડીયા, પ્રિન્સીપાલ ગિરીશભાઇ પટેલ, ઇન્ચાર્જ કે.સી. વૈષ્નાણી વગેરેએ બન્ને વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...