ખેડૂતોમાં ખુશી:જૂનાગઢ યાર્ડમાં સોયાબિનના 20 કિલોના 1,458 ઉપજ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચા ભાવનો યાર્ડનો દાવો

જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં સોયાબિનના 20 કિલોના 1,458 રૂપિયા ભાવ મળ્યો છે. દરમિયાન આ ભાવ સમગ્ર ગુજરાતના યાર્ડમાં સૌથી ઉંચો હોવાનો દાવો કરાયો છે. આ અંગે શહેરના દોલતપરા સ્થિત માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં સોયાબિનની વિપુલ માત્રામાં આવક થઇ રહી છે.

7 નવેમ્બરના 8,100 ક્વિન્ટલ સોયબિનની આવક થઇ હતી. જ્યારે ભાવમાં જોઇએ તો 20 કિલોના નીચા ભાવ 1,050, સરેરાશ ભાવ 1,140 રહ્યા હતા. જ્યારે સારી ક્વોલીટીના સોયાબિનની હરરાજીમાં 20 કિલોના 1,458 રૂપિયાની બોલી બોલાઇ હતી. ખાસ કરીને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો સોયાબિનનો ભાવ 1,458 બોલાયો હતો જે સમગ્ર ગુજરાતના યાર્ડમાં સૌથી ઉંચો ભાવ હતો. આમ, વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...