તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજા:જૂનાગઢ યાર્ડ 5, ભેંસાણ યાર્ડ 6 દિવસ બંધ રહેશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાતમ આઠમના તહેવારોને લઇ યાર્ડમાં રજા જાહેર
  • જૂનાગઢ યાર્ડમાં 3 કરોડથી વધુની જણસી છે

સાતમ આઠમના તહેવારોને લઇને માર્કેટીંગ યાર્ડોમાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ 5 દિવસ અને ભેંસાણ માર્કેટીંગ યાર્ડ 6 દિવસ સુધી બંધ રહેશે. આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલના જણાવ્યા મુજબ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી સાતમ આઠમના તહેવારોને લઇ રજા પાળશે જેથી આ 5 દિવસ દરમિયાન યાર્ડની કામગીરી બંધ રહેશે.

ખેડૂતોની 26 ઓગસ્ટની સાંજના 7 વાગ્યાથી લઇને 1 સપ્ટેમ્બર સવારના 9 વાગ્યા સુધી તમામ જણસીની આવક બંધ રહેશે. યાર્ડમાં હરરાજી સહિતની કામગીરી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે જેના કારણે ખેડૂતો 1 સપ્ટેમ્બરના સવારના 9 પછીથી જણસીની આવક કરી શકશે.

જોકે, ખેડૂતો પહેલા કમિશન એજન્ટનો સંપર્ક કરે પછી જ જણસી લાવે તે જરૂરી છે. હાલ યાર્ડમાં ધાણા 3,000 ગુણી, તલ 5,000 કટ્ટા, મગ 300 કટ્ટા, તુવેર 250 કટ્ટા તેમજ સોયાબીન અને અન્ય જણસી મળી કુલ 15,000 ગુણીથી વધુની જણસી યાર્ડમાં છે. આમ, યાર્ડમાં પડેલી કુલ જણસીની કિંમત 3 કરોડ કરતા વધારે છે. દરમિયાન ભેંસાણ માર્કેટીંગ યાર્ડ પણ સાતમ આઠમની રજા પાળતું હોય 26 ઓગસ્ટથી લઇને 31 ઓગસ્ટ સુધી 6 દિવસ હરરાજીનું કામ બંધ રહેશે. 1 સપ્ટેમ્બરથી હરરાજીનું કામ ફરી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...