અકસ્માતનો ભય:જૂનાગઢના વોર્ડ નં. 7માં નોબલ સ્કૂલની બાજૂમાં મસમોટા ખાડા

જૂનાગઢ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલની બાજૂમાં લોકો, છાત્રોની અવર જવર હોય અકસ્માતનો ભય

વોર્ડ નં.7માં આવેલ નોબલ સ્કૂલની બાજૂમાં તંત્ર દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી હતી. જો કે કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તામાં મસમોટા ખાડા રાખી દેવાયા છે જેન કારણે અકસ્માતનો ભય વધ્યો છે. વોર્ડ નં 7 ધારાસભ્યનો વોર્ડ છે. તેમ છતા મનપા ધારાસભ્યના વોર્ડમાં પણ કામગીરી કરવામાં ઉણું ઉતરે છે.

અન્ય વોર્ડની તો શુ સ્થિતી હશે તે સમજી શકાય તેમ છે. જયાં રસ્તામાં મસમોટા ખાડા છે ત્યાં જ સ્કૂલ આવેલ છે. ત્યારે સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ અને તેમના વલીઓની અવર જવરમાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને સ્કૂલ છૂટવાના સમય પર આવા ખાડાના કારણે અકસ્માતનો ભય વધી જાય છે.

અને રાત્રીના સમયમાં પણ વાહન ચલાવતી વખતે પણ અહી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. તેથી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે વોડ નં 7 માં રસ્તામાં પડેલ ખાડાની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવું સોસાયટીના લોકો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...