તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઈન પરીક્ષા:જૂનાગઢ સ્થિતિ નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ, 79 કેંદ્રો પર 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 જુલાઈથી બીજા તબક્કાની પરીક્ષા યોજાશે

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા તા. 7 જુલાઇથી પ્રથમ તબકકાની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 79 કેન્દ્રો ઉપર 13,423 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે તા.19 જુલાઇથી બીજા તબકકાની પરીક્ષા શરૂ થશે જેમાં 83 કેન્દ્રો ઉપર 18,801 વિદ્યાર્થી પરીક્ષા આપશે તેવું જાણવા મળેલ છે. તમામ વિદ્યાર્થીઓ કોવિડની ગાઈડલાઈન મુજબ પરીક્ષા આપશે.

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી જૂનાગઢ સ્થિત ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા તા.7 જુલાઇથી પ્રથમ તબકકાની ઓફલાઇન પરીક્ષા શરૂ થશે. જેમાં યુ.જી.સેમ-5 (પૂરક), પી.જી. અને બી.એડ સેમ-2 અને 4, એલ.એ.બી. સેમ-1ની પરીક્ષા યોજાશે. જેમાં 79 કેન્દ્રો ઉપર 13,423 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

તા.19 જુલાઇથી યુ.ડી.સેમ-6, એલ.એલ.બી. સેમ-4 તથા 6 ની પરીક્ષા યોજાશે. જેમાં 3 સેશનમાં 83 કેન્દ્રો ઉપર 18,801 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ઓફલાઇન પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ રાખવું, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો, થર્મલગનથી ટેમ્પરેચર ચેક કરવા સહિતની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...