પીછેહઠ:પ્રથમ કે બીજા નંબરે આવતી જૂનાગઢ એસટી હવે 13 થી 15મા ક્રમે

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસટીની પોલ ખોલતા એસટી કર્મચારી મંડળના પ્રમુખે કહ્યું: છેલ્લા 3 વર્ષમાં જૂનાગઢ એસટીના તમામ પરિણામ ખાડે ગયા
  • ​​​​​​​124 વાહનો 8 લાખ કિમીથી વધુ ચાલ્યા, 10 લાખ કિલોમિટરથી વધુ ચાલેલ બસોની સંખ્યા પણ મોટી છે

સલામત સવારી એસટી હમારી આ સૂત્ર કદાચ જૂનાગઢ એસટીને લાગુુ પડતું નથી. કારણ કે, એસટીના વાહનોની, કર્મચારીઓની કે તેેમાં બેસનાર પ્રવાસીની સલામતી હવે રહી નથી તેમ કહી જૂનાગઢ એસટી કર્મચારી મંડળના પ્રમુખ ગભરૂભાઇ લાલુએ એસટીની સબ સલામતની પોલ ખોલી નાંખી છે. સાથે અનેક પ્રકારની મસમોટી ક્ષતિઓ તરફ અંગુલીનિર્દેશ કરી આ મામલે સત્વરે યોગ્ય કરવા માંગ કરી છે. જો ટૂંક સમયમાં યોગ્ય નહિ થાય તો આંદોલનના મંડાણ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે જૂનાગઢ એસટી કર્મચારી મંડળના પ્રમુખ ગભરૂભાઇ લાલુએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે, એક સમયે એસટી નિગમમાં પ્રથમ કે બીજા નંબરે આવતી જૂનાગઢ એસટી હવે છેક 13 થી 15માં ક્રમે આવતી હોય પરિણામે સાવ ખાડે ગઇ છે. 124 બસો એવી છે કે જેના 8 લાખ કિમી પૂરા થઇ ગયા છે છત્તાં કર્મચારીઓ અને મુસાફરોના જોખમે દોડાવાય છે. જ્યારે 10 લાખ કિમીનું અંતર કાપી ચૂકી હોય તેવી એસટી બસની સંખ્યા પણ ઓછી નથી. કર્મચારીઓને મળતી અનેક સુવિધા છીનવાઇ ગઇ છે. ત્યારે આ મામલે ટૂંક સમયમાં યોગ્ય નહિ કરાય તો કર્મચારીઓના હિતમાં આંદોલન કરવાની ગભરૂભાઇ લાલુએ ચિમકી ઉચ્ચારી છે.

કેટલા પરિણામોમાં પીછેહઠ થઇ છે ?
છેલ્લા 3 વર્ષથી તમામ પરિણામોમાં પીછેહઠ્ઠ થઇ હોય ખોટ દિન પ્રતિદિન વધી રહી છે. મે 2022માં નિગમના 16 વિભાગમાં ડિઝલ કેએપીએલમાં જૂનાગઢનો નંબર 13મો છે.જ્યારે આવક મેળવવામાં એટલે કે ઇપીકેએમમાં 13મો નંબર છે. બ્રેક ડાઉન વાહનોના રેટમાં 16માંથી 14મો ક્રમ રહ્યો છે. અકસ્માતના કિસ્સામાં 16માંથી 13મો નંબર રહ્યો છે.ઓવર ટાઇમ રેટમાં 16માંથી 15મો નંબર રહ્યો છે. જ્યારે સૌથી વધુ કિલો મિટર કેન્સલ કરવામાં જૂનાગઢનો છેલ્લેથી બીજો નંબર એટલે કે 15મો નંબર રહ્યો છે.

વાહન રિપેરીંગ માટે પુરતો સ્ટાફ નથી
વાહનોની ખરાબ હાલત પાછળનું કારણ છે, રિપેરીંગ માટે પુરતા ટેકનિકલ સ્ટાફની ઘટ. આ ઉપરાંત રિપેરીંગ માટે પૂરતા ટુલ્સ કે માલસામાન પણ અપાતા નથી. આમ, માલ સામાન અને મેન પાવર ન હોવાના કારણે ફોલ્ટ વાળા વાહનો રોડ પર દોડે છે. પરિણામે ચાલુ ગાડીએ બ્રેક લાગતી નથી,વાહન સેન્સર મૂકી દે છે, એર ખૂટી જાય છે જેથી અકસ્માત સર્જાતા તેનો ભોગ ડ્રાઇવરો બને છે. વળી, અકસ્માત વધવાનું કારણ જાણવાના બદલે ડ્રાઇવરોને સજા કરાય છે!

ફરિયાદ-રજૂઆત કરનાર પર દબાણ
સંગઠનના આગેવાનો, કર્મચારીઓ આવેદન દેવા ગયા ત્યારે સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે કોણ કોણ રજૂઆત- ફરિયાદ કરવા આવે છે તેના નામ જાણી, તપાસ કરી તેને કોઇપણ રીતે ફોલ્ટમાં લાવી દબાણ કરવામાં આવે છે.

અન્ય સમસ્યાની પણ વણઝાર
ધક્કો ગાડીની સંખ્યા વધી ગઇ હોય સવારે કે મોડી રાત્રિના ગાડી બગડે તો ડ્રાઇવરો પાસે ધક્કો મરાવાય છે. પેસેન્જર પાસે પણ ધક્કા મરાવાય છે. ડેપોના સંડાસ,બાથરૂમની હાલત ખરાબ હોય ગંદકીથી ખદબદી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...