તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જૂનાગઢ સિંધી સમાજ કોરોના મહામારીના પગલે ચેટીચાંદની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરશે

જૂનાગઢ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચેટીચાંદની ઉજવણી તથા શોભાયાત્રા ઘામઘૂમ પૂર્વક નહીં યોજાય

જૂનાગઢમાં પ્રતિ વર્ષ સમસ્ત સિન્ધી સમાજ દ્વારા સિન્ધી સમાજના નૂતન વર્ષ અને શ્રી ઝૂલેલાલ પ્રાગટય દિન નિમિત્તે ચૈત્રી બીજના દિવસે ચેંટીચાંદ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં શહેરના સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સિન્ધી સાંસ્કૃતિક કાર્યક્રમો અને જ્ઞાતિના સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જ્યારે શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ઝૂલેલાલ સાહેબની ઝાંખીઓની શોભાયાત્રા ચેટીચાંદના બીજા દિવસે જૂનાગઢમાં યોજાતી હોય છે. ત્યારે આ વખતે વધતા જતા કોરોનાના સંક્રમણને પગલે સિન્ધી સમાજે નવી પહેલ કરી સૌ માટે પ્રેરણાદાયી પગલુ ભરી ચેટીચાંદની ઉજવણી સાદગીપૂર્વક કરવાનું નકકી કર્યુ છે.

હાલમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહયો છે અને કોરોનાનું સંક્રમણ લોકો માટે જીવલેણ સાબીત થઇ રહયુ છે. ત્‍યારે સરકારના સ્વસ્થ જાગૃતિ અને કોરોના સામેની લડતને વધુ મજબૂત બનાવવા જાહેર હિતાર્થે આ વર્ષે આગામી તા.13 મી એપ્રીલે ચેટીચાંદ મહોત્સવની ઉજવણી, શોભાયાત્રાના કાર્યક્રમો તેમજ સમૂહ ભોજનનું આયોજન સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન, શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ, શ્રી ઇચ્છાપૂર્ણ ઝૂલેલાલ મંદિર (સિન્ધી સોસાયટી), શ્રી અંબિકા નગર સિન્ધી જનરલ પંચાયત, શ્રી ઝૂલેલાલ મંદિર (આદર્શ નગર), શ્રી ઝૂલેલાલ મંદિર (સુખનાથ ચોક), સિન્ધી લોહાણા (રિયાસત) જનરલ પંચાયત, રાયજીબાગ સહિત શહેરના વિવિધ ગુરૂદ્વારા, સંગઠનો, સોસાયટીઓ તેમજ યુવક મંડળ દ્વારા બંધ રાખવામાં આવેલ છે.

ચેટીચાંદ મહોત્સવ હવે માત્ર પોત પોતાના વિસ્તારમાં ઝૂલેલાલ મંદિર તથા ભેરાણો સાહેબના દર્શન-પૂજન કરીને મનાવવાનું નકકી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો