તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતર્કતા:જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં કોરોનાની દહેશતના પગલે સ્ટાફ બન્યો સતર્ક, પ્રાણીની દેખરેખ રાખતા કર્મચારી પીપીઈ કીટ પહેરી બજાવી રહ્યા છે ફરજ

જૂનાગઢ10 દિવસ પહેલા
સકકરબાગ ઝું માં પાંજરામાં પ્રાણીઅોને ભોજન અાપવા પીપીઇ કીટ પહેરી જઇ રહેલ વનકર્મી
 • જંગલ અને રેવન્યૂ વિસ્તારમાં સિંહ-દીપડા જેવા પ્રાણીના નિરીક્ષણ માટે પેટ્રોલીંગ કરવા સ્ટાફને સૂચના

કોરોનાનું સંક્રમણની ઝપટે ચડી ગયેલા દર્દીઓની સારવાર કરતા મેડિકલ સ્ટાફને તો આપણે પીપીઈ કીટમાં જોઇ રહયા છે. પરંતુ હવે અબોલ વન્યજીવોને કોરોના સંક્રમણથી બચાવી રાખવાની સાથે તેઓની નિયમિત સાર સંભાળ કરતા વ્યક્તિઓએ પણ પીપીઈ કીટ પહેરાવવામાં આવી છે. જેમાં જૂનાગઢના સકકરબાગ પ્રાણી સંગ્રાહલયમાં પાંજરામાં પ્રાણીઓને ખોરાક આપવા જતા કીપર સહિતના સ્ટાફને માસ્ક અને પી.પી.ઇ. કીટ પહેરવી ફરજીયાત કરાઇ છે. તો જંગલ અને રેવન્‍યુ વિસ્‍તારમાં વિહરતા સિંહ, દિપડા જેવા પ્રાણીઓને પણ કોરોનાથી બચાવવા ખાસ નિરીક્ષણ કરવા પટ્રોલીંગ કરવાની સુચના આપી દેવામાં આવી છે.

દરરરોજ કોરોનાના કેસોનો વિસ્ફોટ થઇ રહયો છે મનુષ્ય બાદ હવે વન્યજીવો પણ સંક્રમણનો ભોગ બને તેવો ભય સરકારને લાગ્યો છે. તે ભય ખોટો પણ નથી કેમ કે હવે વન્ય પ્રાણીઓની રખેવાળી કરતા વનવિભાગના ઘણાખરા અધિકારી-કર્મચારીઓ કોરોનાથી સંક્રમીત બની રહયા છે પરંતુ જંગલમાં વન્ય પ્રાણીઓ થોડા ઘણા અંશે પણ સલામત છે. ત્‍યારે અબોલ પ્રાણીઓને કોરોનાથી બચાવવા શું કરવામાં આવી રહેલ છે. તે અંગે સક્કરબાગ ઝુ આર.એફ.ઓ. નીરવ મકણાવાએ એક વાતચીતમાં જણાવેલ કે, ઝૂ ના પશુ, પક્ષી, પ્રાણીઓને દરરોજ પાણી ખોરાક સહિતની જરૂરીયાતો પુરી પાડવા માનવબળની મદદ લેવાઇ છે.

જેથી અબોલ પશુ, પક્ષીઓ અને પ્રાણીઓની સાર સંભાળ કરનાર વનવિભાગના કીપર સંક્રમિત થાય તો વન્ય પ્રાણી સિંહ, દીપડા, વાઘ, પશુ, પક્ષી કોરોનાનો ભોગ બની શકવાની શકયતા હોવાથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં સિંહ, દીપડા, વાઘ સહિતના હિંસક તેમજ વન્ય પ્રાણીના પાંજરામાં સાર સંભાળ કરતા જતા સ્‍ટાફકર્મીને પીપીઈ કીટ પહેરીને અંદર મોકલવામાં આવે છે. જુનાગઢ સક્કરબાગ ઝુ ના કીપરો પાંજરામાં ખોરાક પાણી સફાઇ માટે જાય ત્યારે ફરજિયાત પીપીઈ કીટ પહેરી વન્ય જીવોના સંક્રમણથી બચાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્‍યો છે.

વઘુમાં સક્કરબાગ ઝુ આર.એફ.ઓ. નીરવ મકણાવાએ જણાવેલ કે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ અને કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગે એક માર્ગદર્શિકા બહાર પાડી તમામ રાજ્યના વન વિભાગને જાણ કરી છે. ઝૂ માં વસવાટ કરતા તથા જંગલ કે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા દરેક વન્ય જીવો પર ખાસ નજર રાખવી તેમાં કોરોનાના લક્ષણો જેવા કે શરદી, ઉધરસ, ખોરાકમાં ઘટાડો થવો, વધુ ઊંઘ આવવી, જીભમાંથી લાળ ટપકવી, અવાજ દરમિયાન સીટી વાગવી આવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ ઉચ્ચ અધિકારીને વાકેફ કરી વેટરનરી તબીબ પાસે નિરક્ષણ કરાવી જરૂરીયાત મુજબના રીપોર્ટ તથા સારવાર તાત્કાલીક થાય તેવી કામગીરી કરવા માટેનો આદેશ કર્યો છે.

જેના ભાગરૂપે સક્કરબાગ ઝુ માં પણ દરેક વન્ય જીવો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે તથા જંગલમાં પણ સિંહ દીપડા સહિતના વન્ય જીવો પર નીરક્ષણ કરવા માટે ખાસ પેટ્રોલિંગ પણ કરવાનો આદેશ આપી દેવામાં આવેલ છે.અત્રે નોંઘનીય છે કે, ઝૂ ના વન્યજીવો પર નજર રાખવી સહેલી છે પંરતુ જંગલ અને રેવન્યુ વિસ્‍તારમાં વસવાટ કરતા સિંહ, દીપડા ઉપર હવે નજર રાખવી એક પડકાર છે. કેમકે રેવન્યુ વિસ્તારમાં સિહો ખોરાક માટે આવી ચડતા હોય છે ત્યારે લોકોના ટોળા પણ એકઠા થાય જ છે ત્યારે હવે વન વિભાગ વન્ય જીવોને સંક્રમણથી બચાવવા કેટલું સફળ રહે તે જોવું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો