ખાનગી જીમને ટક્કર મારે તેવું સરકારી જીમ:જૂનાગઢવાસીઓ પ્રતિ માસ 350 રૂપિયામાં ફીટ રહી શકશે, જીમમાં આધુનિક સાધનો ઉપલબ્ધ

જુનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી જીમમાં દર મહિને 1000 થી 2000 ચૂકવવા પડતા હોય છે

વર્તમાનના ભાગદોડ અને તનાવભર્યા જીવનમાં લોકો માટે ફિટનેસ જાળવવી એક ચેલન્જ બની ગઈ છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર દેશના નાગરિકો ફીટ અને બિમારીઓથી દૂર રહે તે માટે ફીટ ઈન્ડિયા મુહિમ પણ છેડી છે. આ ફીટ ઈન્ડિયા મુહિમને જૂનાગઢમાં સાર્થક કરવાનુ કામ તાલુકા ફિટનેશ સેન્ટર કરી રહ્યુ છે. અહિંયા કસરત-વ્યાયામના અદ્યતન સાધનોથી સેંકડો યુવાનો પોતાની ફિટનેશનુ સ્તર ઉચુ લાવવા માટે પરસેવો પાડી રહ્યા છે. ત્યારે જૂનાગઢવાસીઓને એકદમ રાહત દરે જૂનાગઢ તાલુકા ફિટનેશ સેન્ટર એટલે સરકારી જીમના માધ્યમથી ખાનગી જીમને ટક્કર મારે તેવી સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે આ સુવિધાનો પ્રતિ માસ માત્ર રૂ.350 માં લાભ નગરજનો લઈ શકશે.

આ સંદર્ભે જિલ્લા રમત વિકાસ અધિકારી હિતેષ દિહોરાએ જણાવેલ કે, રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે આ તાલુકા ફિટનેશ સેન્ટરમાં કસરત-વ્યાયામ માટેના અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. આજના આધુનિક અને દોડા દોડીભર્યા જીવનમાં લોકો ફિટનેશ પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા હોય છે. ખરેખર તો આપણી ફિટનેશ- આરોગ્ય જ આપણી સંપત્તી છે. એટલે જ કહેવાય છે કે, હેલ્થ ઈજ વેલ્થ. આમ, આરોગ્ય જ આપણી સાચી મૂડી છે. ત્યારે લોકો કમસેકમ નિયમિતપણે એકાદ કલાક જેટલો સમય પોતાની ફિટનેશ માટે ફાળવે તે આવશ્યક છે. ત્યારે લોકોને પરવડે તે માટે રાજ્ય સરકારએ માત્ર નજીવા દરે આ સેવા ઉપલબ્ધ કરાવી છે. બીજી તરફ ખાનગી જીમમા માસિક રૂ.1 થી 2 હજાર જેટલા રૂપિયા ચૂકવવા પડતા હોય છે. ત્યારે જૂનાગઢવાસીઓને આ ફીટનેસ સેન્ટર જીમની સુવિધાનો લાભ મેળવવા માટે અપીલ કરી હતી.

અત્રે ભૂલવુ ન જોઈએ કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દરેક ભારતીય ફીટ-દુરસ્ત રહે તે માટે ફીટ ઈન્ડિયા મહાઅભિયાન ચલાવ્યું છે. આ જૂનાગઢ તાલુકા ફીટનેશ સેન્ટર સ્પોર્ટસ ક્લબ, પી.ડબલ્યુ.ડી. ઓફિસની નજીક, ગાંધી ચોક ખાતે આવેલ છે.

એક્સરસાઈઝ સુંદરતાની સાથે આરોગ્ય બક્ષે છે : ફૈઝલ જાડલા, ટ્રેનરતાલુકા ફીટનેશ સેન્ટરના ટ્રેનર ફૈઝલ જાડલા જણાવે છે કે, એક એવો ખ્યાલ છે કે, ચુસ્ત, દુરસ્ત દેખાવા માટે જીમ કરવામાં આવે છે. પરંતુ આ પૂર્ણ સત્ય નથી. એક્સરસાઈઝથી તમારી સુંદરતામાં વધારો થાય છે. પણ હકીકતે જીમ-વ્યાયામથી બીજા પણ અનેક ફાયદાઓ છે. જીમથી એટલે કે, એક્સરસાઈઝથી તમારો વજન નિયંત્રિત રહેવાની સાથે તમે તનાવમુક્ત બનો છો, માંસપેશિયો એટલે કે મસલ્સ મજબૂત થાય છે. સ્ટેમિના વધે છે જેથી થાક ઓછા લાગવાની સાથે કાર્યક્ષમતામાં વધારો થાય છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેનાથી તમે બિમારીઓથી દૂર રહી શકો છો. પાચનતંત્ર મજબૂત થવાની સાથે શરીરનુ મેટાબોલિજમ ઠીક રહે છે. પરસેવો પાડવાથી બોડી ડિ-ટોક્સ થાય છે. ઉંમર ઓછી દેખાય છે. ટેસ્ટોસ્ટેરન હાર્મેનમાં વધારો થાય છે. જેવા અગ્ણય ફાયદાઓ થાય છે. આ સાથે ટાઈડ અનુસરવું એટલુ જ આવશ્યક છે.

જીમમાં ઉપલબ્ધ અદ્યતન સાધનો.

જૂનાગઢ તાલુકા ફિટનેશ સેન્ટરમાં ટ્રેડમિલ, સાઈકલ, સીટઅપ બોર્ડ, મલ્ટી જીમ, લેટપુલી, કેબલ સીટેડ રો, પેકડેક ફ્લાય, મલ્ટી બેંચ પ્રેસ, ચેસ્ટ પ્રેસ, સોલ્ડર પ્રેસ, બેંચ પ્રેસ, લેગ એક્સટેન્સન, લેગ કર્લ, સીટેડ લેગ પ્રેસ, લેગ પ્રેસ, મલ્ટી મશીન, લો રો, બાયસેપ કર્લ મશીન, બાયસેપ કલ્ટ બેંચ, બાર્બલ, ડમ્બલ, મશીન ટ્રાઈસેપ ડિપ્સ, વાઈબ્રેસન મશીન (રિલેક્ષ બોડી) જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...