• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh Received An Average Of 49.56 Per Cent Rainfall Of The Season, The Highest Total Of 24 Inches In Manavadar, 17 Demos Full Of Fresh Water.

પ્રથમ રાઉન્ડમાં જ સાર્વત્રિક મેઘમહેર:જૂનાગઢમાં સિઝનનો સરેરાશ 49 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધુ માણાવદરમાં કુલ 24 ઇંચ, 17 ડેમોમાં નવા નીરની ભરપૂર આવક

જુનાગઢ3 મહિનો પહેલા
  • નદી-નાળાઓમાં પૂર આવતા અનક ડેમો ઓવરફ્લો પણ થયા, ખેડૂતો માટે વરસાદ કાચા સોના સમાન

જૂનાગઢ જિલ્લામાં જૂન માસમાં ચોમાસું શરૂ થયું ત્યારથી છૂટો છવાયો વરસાદ થયો હતો. પરંતુ જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેથી નદીઓમાં પુર આવતા અનેક ડેમ ભરાઈ ગયા છે. પાક માટે પણ આ વરસાદ કાચા સોના સમાન સાબિત થયો છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી એટલે કે ગઇકાલ તા.10 સુધીમાં સીઝનનો 49.56 ટકા વરસાદ વરસી ગયો છે.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો?
ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં અષાઢી બીજના દિવસથી શરૂ થયેલો વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ જિલ્લાનો સરેરાશનો 49.56 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદ માણાવદરમાં 25 ઈંચ (623 મીમી- 71.61 ટકા) જ્યારે સૌથી ઓછો વરસાદ કેશોદમાં માત્ર 10 ઈંચ (274 મીમી- 30.14 ટકા) વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વિસાવદરમાં 24 ઈંચ (601 મીમી- 52.31 ટકા) જૂનાગઢમાં 20 ઈંચ (502 મીમી- 50.30 ટકા), વંથલીમાં 20 ઈંચ (493 મીમી- 50.31 ટકા), માંગરોળમાં 20 ઈંચ (507 મીમી- 56.02 ટકા), મેંદરડામાં 19 ઈંચ (481 મીમી - 49.49 ટકા), માળીયા હાટીનામાં 16 ઈંચ (409 મીમી- 38.77 ટકા), ભેસાણમાં કુલ 12 ઈંચ (298 મીમી- 40.32 ટકા) વરસાદ વરસ્યો છે. આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ સીઝનના પ્રથમ રાઉન્ડમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે.

આંબાજળ ડેમ 81.63 ટકા અને બાંટવા ખારો ડેમ 85 ટકા ભરાયો
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા દસ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો હજુ પણ ભારે વરસાદ વરસવાની આગાહી વચ્ચે મેઘરાજાનું જોર ધીમુ પડ્યું છે. ત્યારે થોડા દિવસોમાં પડેલા સતત વરસાદના કારણે જિલ્લાના 17 ડેમમાં નવા નીરની ભરપૂર આવક જોવા મળી છે. જેમાં મેંદરડા તાલુકામાં આવેલો મધુવંતી ડેમ 41.40 ટકા ભરાઈ ગયો છે. વિસાવદર તાલુકામાં આવેલો આંબાજળ ડેમ 81.63 ટકા, ઝાંઝેશ્રી ડેમ 43.43 ટકા, ધ્રાફડ ડેમ 50.94 ટકા, પ્રેમપરા ડેમ 21.60 ટકા, ભેસાણ તાલુકામાં આવેલો ઉબેણ ડેમ 17 ટકા, મોટા ગુજરિયા ડેમ 24 ટકા, માળિયા નજીક આવેલો વ્રજમી ડેમ 2 ટકા, માણાવદર તાલુકામાં આવેલો બાંટવા ખારો ડેમ 85 ટકા ભરાઈ ગયો હોવાથી તેના બે દરવાજા હાલ ખોલવામાં આવ્યાં છે. ઓઝત શાપુર વંથલી ડેમ 9 ટકા, ઓઝત વંથલી ડેમ 31.42 ટકા ભરાયો છે. તેના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. સાબલી ડેમ 48 ટકા, ઓઝત-2 ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. જેનું લેવલ જાળવવા એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. ગીરનાર પર્વત પાછળ આવેલો હસ્નાપુરડેમ 73 ટકા અને આણંદપુર વિયર અને ઉબેણ વિયર કેરાળા ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...