મેઘરાજા મહેરબાન:જૂનાગઢમાં બીજા દિવસે 6.88 ટકા વરસાદ પડ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેંદરડામાં રોડ પર પાણી ફરી વળ્યું - Divya Bhaskar
મેંદરડામાં રોડ પર પાણી ફરી વળ્યું
  • સાતલપુર અને વેકરીમાં 10 વ્યક્તિનું રેસ્કયુ કરાયું

જૂનાગઢમાં બીજા દિવસે(મંગળવારે) પણ મેઘરાજા મહેરબાન થયા હતા અને ભારે હેત વરસાવતા 6.88 ટકા વરસાદ નોંધાયો હતો. આમ, સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ 92.33 ટકા થયો છે. જોકે, હજુ પણ 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય વરસાદની ટકાવારી 100 ટકાથી વધી જવાની શક્યતા જણાઇ રહી છે. જૂનાગઢ શહેરમાં સોમવારની રાત્રીના પણ ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે મંગળવારે વિજળીના ચમકારા અને વાદળોની ગડગડાટી વચ્ચે ભારે વરસાદ પડ્યો હતો. એમાં પણ સવારના 6 થી 8 માં 45 મીમી અને 12 થી 2 માં 42 મીમી જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો.

જ્યારે 8 થી 10 માં 2 મીમી, 10 થી 12 માં 6 મીમી તેમજ 2 થી 4માં 1 મીમી વરસાદ પડ્યો હતો. આમ, માત્ર મંગળવારે જ 96 મીમી એટલે કે 4 ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો. દરમિયાન ભારે વરસાદના કારણે શહેરીજન જીવન પ્રભાવિત થઇ રહ્યું છે.

શહેરના અનેક માર્ગોનું ધોવાણ થયું છે પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે શહેરના માર્ગો પર પાણી ભરાઇ ગયા છે તેમજ અનેક રસ્તા પર પાણી હજુપણ ભરાયેલા હોય વાહન વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ મૂકવાની તંત્રને ફરજ પડી છે. જ્યારે રસ્તામાં ખાડા પણ પડી ગયા હોય વાહનો ખુંપી જવાની ઘટના પણ બનવા પામી છે. કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘુંસિ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

4 સ્ટેટ હાઇવે બંધ કરાયા
જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે પાણી ફરી વળતા 4 સ્ટેટ હાઇવેને બંધ કરવાની ફરજ પડી હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારી વિવેક ગૌસ્વામીએ જણાવ્યું હતું.

એસટી બીજા દિવસે પણ બંધ
ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હોય જૂનાગઢ એસટીના અનેક રૂટ સોમવારથી જ બંધ કરવાની ફરજ પડી હતી. દરમિયાન સોમવારે બંધ કરેલા રાજકોટ, જામનગર, ઘેડ વિસ્તાર, પોરબંદર, બાંટવા સહિતના અનેક રૂટ બીજા દિવસે મંગળવારે પણ બંધ રહ્યા હોવાનું એસટીના ડિવીઝન કન્ટ્રોલર જી.ઓ. શાહે જણાવ્યું હતું.

રેલવે અન્ડર બ્રિજ બીજા દિવસે પણ બંધ
સોમવારે પડેલા ધોધમાર વરસાદથી જોષીપરા રેલવે અન્ડરબ્રિઝમાં પાણી ભરાઇ ગયું હતું. પરીણામે સોમવારે મનપા તંત્રએ જોષીપરા રેલવે અન્ડરબ્રિઝમાં વાહનોની અવર જવર ન થાય તેમજ કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે આડશ મૂકી રસ્તો બંધ કર્યો હતો. દરમિયાન મંગળવારે પણ પાણી ભરાયેલું જ રહ્યું હોય વાહનોની અવર જવર થઇ શકી ન હતી.

કેશાેદમાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ
કેશાેદમાં મંગળવારની વહેલી સવારે 3 કલાકમાં 4 ઇંચ વરસાદ પડી જતાં અનેક વિસ્તારાે પાણીમાં ગરકાવ થયાં હતાં. વધુ વરસાદ પડવાથી ઉતાવળી અને ટીલાેરી નદીમાં ઘાેડાપુર આવ્યાં હતાં. જેને લઇને પાલીકાની અણઆવડતના કારણે અમુક ચાેક્કસ વિસ્તારમાં પાણી ભરાતું હાેય લાેક રાેષ જાેવા મળ્યાે હતાે. આ વિસ્તાર જેવા કે શાસ્ત્રીનગર, મેઘના સાેસાયટી, અમૃતનગર, જાેલી પાર્ક, વરૂડીમાં વિસ્તાર, ગાેપાલનગર, રણછાેડનગર, જાગનાથ, ઉતાવળિયા નદી કાંઠા વિસ્તાર કે જે વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના બની હતી. આ તમામ જગ્યાઓ પર અગાઉ પણ અનેક ફરીયાદાે ઉઠવા પામી હતી.

મેંદરડામાં રોડ પર પાણી ફરી વળ્યું
મેંદરડામાં રાતથીજ વરસાદ શરૂ થયા બાદ આજે આખો દિવસ વરસ્યો હતો. આથી મેંદરડમાં 7 ઇંચ પાણી પડ્યું હતું. મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. મેંદરડા બાયપાસ ઉપર રસ્તો બંધ થયો હતો. વસપડા તેમજ અન્ય ગામોની વચ્ચેથી નીકળતી નદીઓમાં પુને લીધે રસ્તાઓ બ્લોક થયા હતા.

અન્ય સમાચારો પણ છે...