તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:જૂનાગઢમાં 4, ગિરનારમાં 6 ઇંચ વરસાદ , 15 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો : ભેંસાણમાં સિઝનનો 100 ટકા વરસાદ થયો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દામોદર કુંડમાં ઘોડાપુર - Divya Bhaskar
દામોદર કુંડમાં ઘોડાપુર
  • વિસાવદરમાં 4, કેશોદ, વંથલી, માંગરોળમાં બે ઇંચ, મેંદરડા, ભેંસાણ, વેરાવળ, ઊનામાં ‌1 ઈંચ વરસાદ, નદીઓમાં ઘોડાપુર આવ્યા

જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં સોમવારની રાત્રીથી વરસાદ પડવાનું શરૂ થયું છે. સોમવાર અને મંગળવારે તો ગિર-સોમનાથ જિલ્લામાં 10 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો. ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અનેક રસ્તા બંધ થઇ ગયા હતાં. બુધવારે પણ બન્ને જિલ્લામાં મેઘ મહેર યથાવત રહી હતી. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં બુધવારની રાત્રીથી લઇને ગુરૂવારનાં સુધીમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. બન્ને જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી ગયો હતો.

ગિર - સોમનાથ જિલ્લાનાં ઊનામાં 1 ઇંચ, વેરાવળમાં એક ઇંચ, સુત્રાપાડામાં અડધો ઇંચ, ગીર-ગઢડામાં 7 મીમી, તાલાલામાં 2 મીમી,કોડીનારમાં 7 મીમી વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો,જેમાં કેશોદમાં 2 બે ઇંચ, જૂનાગઢમાં 4 ઇંચ, ભેંસાણમાં 1 ઇંચ, મેંદરડામાં 1 ઇંચ, માંગરોળમાં બે ઇંચ, માણાવદરમાં 1 ઇંચ, માળિયામાં અડધો ઇંચ, વંથલીમાં 2 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં સાંજનાં 7 વાગ્યે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ થયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.જૂનાગઢમાં પડેલા વરસાદનાં પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. જૂનાગઢમાં રાત્રીનાં 10 વાગ્યા સુધી વરસાદ શરૂ રહ્યો હતો. 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

જેનાં કારણે જોષીપરા અન્ડરબ્રીજ પાણીમાં ગરક થયો હતો. આ ઉપરાંત દોલપરા, સાબલપુર, મોતીબાગ, રેલ્વેસ્ટેશન સહિતનાં વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. બીજી તરફ ગિરનાર પર્વત પર 6 ઇંચથી વધુ વરસાદ થયો હતો. સોનરખમાં ઘોડાપુર આવ્યું હતું. દામોદર કુંડના કાંઠે આવેલા પીપળાના ઓટા સુધી પાણી પહોંચી ગયું હતું. કાળવો પણ બે કાંઠે વહ્યો હતો. રાત્રીનાં ઝરમર ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો.

કેશોદમાં 24 કલાકમાં ગાજવીજ સાથે 3 થી 4 ઇંચ વરસાદ
કેશોદ પંથકમાં છેલ્લા 2 દિવસમાં ગાજવીજ સાથે 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લીધે જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા. દરમ્યાન બુધવારની રાત્રે ઉપરવાસમાં વરસાદ થતાં ઓઝત ડેમમાં પાણીની સપાટી જાળવી રાખવા 3 દરવાજા થોડા ખોલવામાં આવ્યા હતા. જ્યારે સાબલી ડેમનો એક દરવાજાે પણ ખોલવામાં આવ્યો હતો.

ગુજરિયાનાં માર્ગ પર એક વ્યક્તિ પાણીમાં ફસાયો, રેસ્કયુ
ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇ ભેંસાણ તાલુકાનાં ચણાકાથી ગુજરીયા વચ્ચે પાણીમાં એક વ્યક્તિ ફસાયો હતો. આ અંગે ફાયરની ટીમની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને યુવાનને બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...