ક્રાઇમ:વૃદ્ધાશ્રમમાં રહેતા સિનીયર સિટીઝનને મકાન પરત અપાવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડે આપ્યા બાદ ભાડુઆતે મકાન ખાલી કરવાની ઘસીને ના પાડી દીધી !
  • લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો દાખલ કરવા પોલીસની ભાષામાં સમજાવતા ઘર ખાલી કરી આપ્યું

વૃદ્ધાશ્રમમાં રહેતા સિનીયર સિટીઝનને પોતાનું મકાન ભાડુઆતના કબ્જામાંથી ખાલી કરાવી પોલીસે પરત અપાવ્યું છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દોલતપરામાં રહેતા સિનીયર સિટીઝનને એક જ દિકરી હતી જેના લગ્ન થઇ ગયા હતા.બાદમાં આગળ પાછળ કોઇ ન હોય જેતપુર વૃદ્ધાશ્રમમાં રહેતા હતા.

દરમિયાન તેઓએ પોતાનું મકાન આંખની ઓળખાણથી ભરત દેવાભાઇ કુછડીયા અને રેખાબેન ભરતભાઇ કુછડીયા નામના દંપત્તિને ભાડે આપ્યું હતું. ભાડુઆત દંપત્તિ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાની જાણ થતા મકાન ખાલી કરવાનું કહેતા દંપત્તિએ મકાન ખાલી કરવાની ઘસીને ના પાડી દીધી હતી. બાદમાં આ અંગેની જાણ કરાતા પોલીસે દંપત્તિને બોલાવી પોલીસની ભાષામાં સમજાવી લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવાનું કહેતા તુરત મકાન ખાલી કરી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...