પોલીસ પ્રજાનો મિત્ર:જૂનાગઢ પોલીસે વેપારીનો કિંમતી સામાન ભરેલો થેલો સીસીટીવીની મદદથી શોધી આપ્યો

જુનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરના રહેવાસી રૂદ્ર મહેન્દ્રભાઇ કાનપરા પોતાના ઘરે પ્રસંગ હોય અને નવા કપડા માંગનાથ રોડ ઉપરથી ખરીદી પોતાના ઘરે જતા હતા. ત્યારે નવા ખરીદી કરેલ બે કપડાની જોડી સહીતનો થેલો રસ્તામાં પડી ગયેલો અને બીલખા રોડ તરફ જતા હતા ત્યારે તેઓને ખ્યાલ પડ્યો કે તેમણે પોતાની બાઇકની ના હુકમાં લગાવેલ થેલો રસ્તામાં ક્યાય પડી ગયેલો છે, તેઓ ફરીથી શોધવા માટે નીકળેલ પરંતુ રસ્તામાં ક્યાંય જોવા મળેલો નહી. તેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને પોતાની પરસેવાની કમાણીથી આ ખરીદી કરેલ તેથી વ્યથિત થઈ ગયેલ હતા. થેલો ગુમ થયાની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રજાની મદદ કરવા હર હંમેશ તૈયાર રહેતા જૂનાગઢ રેન્જના આઈજી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ એ. પી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા ખાસ સૂચના આપી હતી.

જૂનાગઢ હેડ ક્વાર્ટર ડીવાયએસપી એ.એસ પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ પો.કોન્સ. હીનાબેન વેગડા, જાનવીબેન પટોડીયા, રઘુવીર વાળા, જીતુસીંહ જુંજીયા, એન્જીનીયર નીતલબેન મહેતા સહિતની ટીમ દ્વારા અરજદાર રૂદ્ર કાનપરા જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા બીલખા રોડ રામનીવાસ સર્કલ પાસે સ્પષ્ટ નજરે પડે છે, થોડી મીનીટ બાદ ત્યાથી પસાર થતા યુટીલીટી વાહન ચાલક દ્રારા આ થેલો લઇ લેવાનુ CCTV માં દેખાતા તે યુટીલીટી નંબરની માહિતી આધારે યુટીલીટી ચાલક સતાર ઇસ્માઇલ સમા નવાગામ વાળાનુ નામ સરનામું શોધી અને નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પોલીસ સ્ટાફ દ્રારા પૂછ પરછ કરતા તેમણે આવો કોઇ સામાન લીધેલ નથી તેવુ જણાવેલ. પોલીસ દ્રારા કડક શબ્દોમાં પૂછપરછ કરતા તેમણે પોતે આ થેલો લીધેલ હોવાનુ સ્વીકારેલ. આજના યુગમાં લોકો પોતાને કોઇની વસ્તુ/સામાન મળે તો પરત કરતા હોય છે. પરંતુ સતાર ઇસ્માઇલ સમા દ્રારા આ પ્રકારની વર્તુણક કરતા પોલીસ દ્વારા ઠપકો આપવામાં આવેલ હતો અને રૂદ્ર કાનપરાને પોતાના નવા ખરીદ કરેલ બે જોડી કપડાનો થેલો સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રૂદ્ર કાનપરા દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...