જૂનાગઢના દોલતપર માં રહેતા લખમણભાઇ ભારાઇ મજૂરી કરતા અને માલઢોર રાખતા માલધારી ઝાંઝરડા ગામ તરફ જતા હતા ત્યારે રસ્તામાં પોતાના ખીસ્સામાં રાખેલા 41,500 રૂપીયાનુ બંડલ ક્યાંય પડી જતા પોતે આકુળ વ્યાકુળ થઈ ગયા .લક્ષ્મણભાઇ ભારાઈ ઢોરનો ઘાસચારો લેવા જતા રૂપિયા પડી જતાં પોતે વ્યથીત થઇ ગયેલ હતા, ત્યારે આ ઘટનાની જાણ જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના પી.એસ.આઇ. એસ.એ.ગઢવી ને કરતા પી.એસ.આઇ. એસ.એ.ગઢવી દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા અને જૂનાગઢ તાલુકા પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી એચ.એસ.ધાંધલીયાના માર્ગદર્શન પો.કોન્સ. જેતાભાઇ દીવરાણીયા, નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. વીપુલભાઇ બડવા, હાર્દિકભાઇ સીસોદીયા, પાયલબેન વકાતર પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી લખમણભાઇ ભારાઇ જે રસ્તેથી પસાર થયા હતા તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચકાસેલ. જે ફૂટેજ ચેક કરતા લખમણભાઇના ખીસ્સામાંથી રૂપીયાનુ બંડલ પડતુ નજરે પડેલ અને કોઇ ટુ વ્હીલ ચાલક દ્રારા આ રોકડ રૂપિયાનુ બંડલ લઇ લીધાનુ ધ્યાને CCTV માં દેખાતા પોલીસ સ્ટાફ દ્રારા તે વ્યક્તિની CCTV ફૂટેજ આધારે વિગતવાર માહિતી ચેક કરતા તે વ્યક્તિનો સ્પષ્ટ ચહેરો અને ટુ વ્હીલના રજી. નંબર શોધી તે વ્યક્તિને શોધી કાઢેલ. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ દ્રારા તે વ્યક્તિને પૂછ પરછ કરતા 41,500/- રોકડ રૂપીયાનુ બંડલ પોતાની પાસે હોવાનુ જણાવ્યું હતું ત્યારે આજના જમાનામાં લોકો પોતાને કોઇની વસ્તુ મળે તો પ્રામાણિકતાથી પરત કરી દેતા હોય છે, ત્યારે જુનાગઢ તાલુકા પોલીસ દ્રારા તેમને ઠપકો આપતા લખમણભાઇ ભારાઇને તેમના રૂપિયા પરત આપ્યા હતા.
લખમણભાઇ ભારાઇનુ રૂ. 41,500/- રોકડ રકમનુ બંડલ પોલીસ દ્રારા ફક્ત ૩ કલાકમાં જ શોધી સહી સલામત પરત સોંપ્યા લખમણભાઇ દ્રારા જૂનાગઢ તાલુકા પોલીસ તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.