સરાહનીય:જૂનાગઢ પોલીસે ગુમ થયેલા 14 મોબાઇલ ટેકનીકલ સર્વેલન્‍સના આધારે શોધીને અરજદારોને પરત કર્યાં

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોબાઇલ શોઘી કાઢનાર પોલીસ ટીમ - Divya Bhaskar
મોબાઇલ શોઘી કાઢનાર પોલીસ ટીમ
  • અરજદારોએ જૂનાગઢ પોલીસની કામગીરીને વખાણી

વર્તમાન ડીજીટલ યુગમાં મોબાઇલ લોકોના જીવનનો મહત્‍વનો ભાગ બની ગયો છે. જો મોબાઇલ ગુમ થાય કે ખોવાઇ જાય તો લોકો ઘાંઘા થઇ જાય છે. આવા સમયે જૂનાગઢમાં બી ડીવીઝન પોલીસને મોબાઇલો ગુમ થયાની મળેલી અરજીઓ પૈકી 14 જેટલા મોબાઇલો ટેકનીકલ સર્વેલન્‍સની મદદથી શોઘી કાઢી તેમના માલીકોને પરત આપવાની કામગીરી કરી પોલીસ પ્રજાની મિત્ર હોવાના સુત્રને બી ડીવીઝન પોલીસ સ્‍ટાફએ સાર્થક કરી બતાવ્‍યુ છે.

સામાન્ય લોકોના માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાર્થક કરી બતાવવા જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ તથા જિલ્‍લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીએ તેમની હેઠળ આવતા પોલીસ સ્‍ટેશનના અધિકારી-સ્‍ટાફને સુચન કરી પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. જેથી જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારમાં લોકોના પડી ગયેલા અને ગુમ થયેલા મોબાઈલોની જુદી જુદી અરજીઓ આવી હતી.

ખોવાયેલ મોબાઇલ અરજદારોને પરત અપાયેલ
ખોવાયેલ મોબાઇલ અરજદારોને પરત અપાયેલ

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન.આઈ.રાઠોડ, પીએસઆઇ કે.જે.પટેલ, ધાનીબેન ડાંગર, પ્રશાંતભાઈ ચુડાસમા, મોહસીનભાઈ ચુવાણ, સુખદેવભાઈ સીસોદીયા સહિતના સ્‍ટાફએ ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરી ડીવાયએસપી કચેરીના ટેકનીકલ સેલના કમલેશભાઈની મદદથી ટેકનીકલ સોર્સ થકી માહિતી મેળવી હતી. જેના આધારે જહેમત ઉઠાવી ગુમ-ખોવાયેલા જુદી-જુદી કંપનીના કુલ 14 મોબાઈલ કિંમત રૂ.1.60 લાખના શોધી કાઢ્યા હતા.

પોલીસએ શોધેલા તમામ મોબાઈલો અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી પરત આપવામાં આવ્યા હતા. જેના પ્રત્‍યુતરમાં અરજદારોએ લાગણી વ્‍યકત કરી કે, જૂનાગઢ પોલીસએ ખરેખર પોલીસ પ્રજાની મિત્ર હોવાના સુત્રને સાર્થક કરી બતાવ્‍યુ છે.

અન્ય સમાચારો પણ છે...