તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:રિક્ષા ચાલકોને કોરોના મહામારી અંગે જૂનાગઢ પોલીસે જાગૃત કર્યા

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના રિક્ષા ચાલકો વધુ પેસેન્જર બેસાડતા હોવાની તેમજ માસ્ક પહેરતા ન હોવાની ફરિયાદ બાદ જૂનાગઢ પોલીસે રિક્ષા ચાલકોમાં કોરોના મહામારી અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કર્યા હતા. રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફે રિક્ષા એસોસિએશનના આરીફભાઇ સુમરા, રવજીભાઇ, આસિફભાઇ કચ્છીની આગેવાનીમાં રિક્ષા ચાલકો સાથે મિટીંગ કરી હતી. ખાસ કરીને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ રીક્ષામાં સેનેટાઇઝર રાખવા સહિતની બાબતે જાગૃત કરાયા હતા જેથી દંડનો સામનો કરવો ન પડે. જ્યારે રિક્ષા ચાલકોને અગાઉના બાકી ઇ મેમો ભરી આપવા પણ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...