10 વર્ષે હત્યાનો આરોપી ઝડપાયો:માળિયા હાટીમાં હત્યા કરીને ભાગેલા સાધુને જૂનાગઢ પેરોલફ્લોની ટીમે સોમનાથથી ઉઠાવી લીધો

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા 2022 ચૂંટણીને લઈ જૂનાગઢ પોલીસ સતર્ક થઈ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસતા ફરતા આરોપીઓ અને જેલ ફરારી આરોપીઓ પકડવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડને સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે અગાઉ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ 302ના ગુનામા 10 વર્ષથી નાસતો ફરતા હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે.

આરોપી ભરતનાથ બાબુનાથ આયપંથી બાવાજી સોમનાથ મંદિરે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લૉસ્કોડનો સ્ટાફ સોમનાથ જવા રવાના થયો હતો. ચોક્કસ બાતમી અને બાતમીદારે જણાવેલી જગ્યાના આધારે ટીમ દ્રારા સોમનાથ મંદિર વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી સુધી પહોંચી તેને પકડવા કીમિયો ઘડ્યો હતો અને જેમાં પેરોલ ફર્લૉસ્કોડ ને સ્ફલતાળી માળીયા હાટીના પોલીસ સ્ટેશનના IPC 302ના ગુનામા 10 વર્ષથી નાસતા ફરતા અને અમરાપુર-ગીરના 47 વર્ષીય ભરતનાથ બાબુનાથ આયપંથી બાવાજીને ઝડપી પાડ્યો છે. જે અલગ અલગ જિલ્લામા સાધુ વેશમા રખડતો ભટકતો હતો અને સોમનાથ મંદિર પાસે આટા ફેરા મારતો હતો. પૂછપરછ કરતા પકડાયેલા આરોપીએ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરતા પેરોલ ફર્લૉસ્કોડ સ્ટાફ દ્વારા ખૂની સાધુને પકડી આગળ ન કાર્યવાહી કરવા માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...