તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્સની સેવાની કહાની:જૂનાગઢના નર્સ નિવૃતિ પછી પણ લોકોની કરે છે ફ્રિ માં સેવા : રકતપીતિયા, ભિક્ષુકોની પણ સારવાર

જૂનાગઢ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રેલ્વેના પાટા પર અસ્થિર મગજની મહિલાની કરાવી'તી ડિલેવરી

12 મી મે નર્સ ડે તરીકે ઉજવાય છે. ત્યારે જૂનાગઢના એક એવા મુસ્લિમ નર્સની વાત કરવી છે જેમણે નોકરીના વર્ષોમાંતો લોકોની સેવા કરી છે હાલ નિવૃત્તિ પછી પણ ગરીબ દર્દીના ઘરે જઇ તેની ફ્રિમાં સારવાર કરે છે. સેવાના પર્યાય અને જૂનાગઢના મધર ટેરેસાના નામથી જાણીતા આ નર્સ બહેનનું નામ છે સાબેરાબેન શેખ. આ અંગે મહેશભાઇ મહેતા, બિપીનભાઇ વસાવડા, દિપકભાઇ મકવાણા અને વિલસન ડિસોઝાએ જણાવ્યું હતું કે, સાબેરાબેન શેખ મુસ્લિમ છે અને તેના પતિ હિન્દુ છે. આમ, તેમનું જીવન કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડે છે. છેલ્લા 3 દાયકા સુધી હોસ્પિટલમાં સેવા કરી છે. હવે નિવૃત્તિ પછી પણ સેવા ચાલુ જ રાખી છે. 

જે લોકો મોંઘી ફિ દઇ ઘરે ડોકટર બોલાવી શકતા નથી એવા દર્દીઓના ઘરે જઇ ફ્રિમાં સારવાર કરે છે
ખાસ કરીને હાલમાં જરૂરિયાતમંદ દર્દી કે જે હોસ્પિટલ સુધી જઇ શકતા નથી અને મોંઘી ફિ દઇ ઘરે ડોકટર બોલાવી શકતા નથી એવા દર્દીઓના ઘરે જઇ ફ્રિમાં સારવાર કરે છે. હિન્દુ, મુસ્લિમ ક્રિશ્યનન સહિત તમામ જ્ઞાતિના માટે અંતિમ વિધીનો સામાન ફ્રિમાં આપે છે. એક એચઆઇવી પોઝિટીવ 12 વર્ષના બિનવારસુ બાળકની સારવાર કરી હતી અને મૃત્યું બાદ અંતિમવિધી પણ કરી હતી. આ ઉપરાંત રક્ત પિતીયાની સેવા, પગમાં જીવાત નિકળતી હોય તેવા રસ્તા પર રહેતા ભિક્ષુકોની પગની સાફસફાઇ કરી ડ્રેસીંગ કરી આપવું,અસ્થિર મગજના દર્દીને નવડાવવાની સેવા કરે છે. જ્યારે એક વખત કોઇના હવસનો શિકાર બનેલી અસ્થિર મગજની મહિલાની રેલ્વે પાટાપર ડિલેવરી કરી હતી. કંડલા હોનારતમાં હક્ક રજા મૂકી સેવા કરવા ગયા હતા. હાલ નિવૃત્તિ પછી પણ અનેક પ્રકારની સેવા સાબેરાબેન શેખ કરી રહ્યા છે.

લોકોના ચહેરા પરનો આનંદ મારો એવોર્ડ 
મને મારી સેવાના કારણે અનેક એવોર્ડ મળ્યા છે. જોકે અત્યંત ગરીબ લોકોની ફ્રિમાં સેવા કર્યા બાદ તેમના ચહેરા પરનો આનંદ મારા માટે સૌથી મોટો એવોર્ડ છે. સ્વાર્થી માનવે માનવતાને કોરાણે મૂકી છે એટલે હેરાનગતિ વધી છે. કોરોના એ બિમારી નહી ઇશ્વરની નારાજગીનું પરિણામ છે માટે માનવે તેમાંથી સબક લઇ ઇશ્વરનો ડર રાખી કામ કરવું જોઇએ. - સાબેરાબેન શેખ, નિવૃત્ત નર્સ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો