તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકો પર પેટા ચૂંટણી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જંગની શરૂઆત થઇ ચૂકી છે. દરમિયાન જિલ્લા અને તાલુકા પંચાયતી બેઠકો માટે પ્રથમ દિવસે 256 ફોર્મ ઉપડ્યા હતા પરંતુ એકપણ ભરાયા ન હતા. જ્યારે મનપાની 2 બેઠક પરની પેટા ચૂંટણીમાં 14 માંથી 3 ફોર્મ રદ થતા હવે 11 ઉમેદવારો મેદાને રહ્યા છે. જોકે, 9 ફેબ્રુઆરીના ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યાર બાદ મનપાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકો મળી કુલ 188 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ માટે ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે.સોમવાર 8 ફેબ્રુઆરીના ફોર્મ ભરવાનું શરૂ કરાયું છે. જોકે, પ્રથમ દિવસે 256 ફોર્મ ઉપડ્યા હતા પરંતુ એકપણ ફોર્મ ભરાયું નથી. ત્યારે 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે, 15 ફેબ્રુઆરીના ફોર્મ ચકાસણી થશે અને 16 ફેબ્રુઆરીના ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યાર બાદ ચિત્ર સ્પષ્ટ થશે. હાલ ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો આવી ગયો છે. દરેક પક્ષ ચૂંટણીનો જંગ જીતવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. જોકે, પબ્લીકનો જોક કોના પર છે તે હાલના તબક્કે કળવું મુશ્કેલ છે.
મનપાનું 2 બેઠકોનું ચિત્ર
મનપામાં વોર્ડ નંબર 6માં અને 15માં મળી કુલ 14 ફોર્મ ભરાયા હતા તેમાંથી 3 ફોર્મ રદ થતા હવે 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આમાં વોર્ડ નંબર 15માં ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને અપક્ષના મળી કુલ 4 ઉમેદવારો રહ્યા છે. જ્યારે વોર્ડ નંબર 6માં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, આમ આદમી પાર્ટીના 1-1 અને અપક્ષના 3 મળી કુલ 7 ઉમેદવારો રહ્યા છે. દરમિયાન 9 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યાર બાદ બન્ને બેઠકો પરનું ચિત્ર
સ્પષ્ટ થશે.
આ રીતે 256 ફોર્મ ઉપડ્યા
જિલ્લા પંચાયત માટે 45, તાલુકા પંચાયત માટે 104 અને કેશોદ નગરપાલિકા માટે પ્રથમ દિવસે 107 ફોર્મ ઉપડયા છે. આમ, પ્રથમ દિવસે કુલ 256 ફોર્મ ઉપડ્યા છે. સૌથી વધુ કેશોદ તાલુકા પંચાયતમાં 52 ફોર્મ ઉપડ્યા છે. જ્યારે સૌથી ઓછા માળીયા હાટીનામાં માત્ર 4 ફોર્મ ઉપડ્યા છે. દરમિયાન ભેંસાણ જિલ્લા કે તાલુકા પંચાયત માટે એેકપણ ફોર્મ ઉપડયા નથી.
ચૂંટણી અને મત ગણત્રી આ તારીખે થશે
જૂનાગઢ મનપાની 2 બેઠકો માટે 21 ફેબ્રુઆરી 2021ના રવિવારે સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન થશે અને 24 ફેબ્રુઆરી 2021 ના મતગણત્રી કરાશે. જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે 28 ફેબ્રુઆરી 2021ના રવિવારે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે 2 માર્ચ 2021ના મતગણત્રી હાથ ધરાશે.
ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પંચેશ્વર, ધરાનગર, બીલખા રોડ, ખાડીયા, ગાંધીગ્રામ વિસ્તારમાં હથિયાર અને વાયરલેસ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી તંબુ ચોકી શરૂ કરાઇ છે. જ્યારે 60 જેટલા માથાભારે ઇસમોને ચેક કરવામાં આવ્યા છે તેમજ કોઇ ગરબડી ન કરવા કડક ચેતવણી અપાઇ છે.- પ્રદિપસિંહ જાડેજા, ડીવાયએસપી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.