• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh Municipal Commissioner, Instead Of Listening To The Representations Of Small Businessmen, Slapped His Hand On The Table And Said 'You Get Lost'.

કમિશનરનો પિત્તો ગયો:જૂનાગઢ મનપા કમિશનરે નાના ધંધાર્થીઓની રજૂઆત સાંભળવાના બદલે ટેબલ પર હાથ પછાડી કહ્યું- 'યુ ગેટ લોસ્ટ'

જૂનાગઢ9 દિવસ પહેલા
રાજેશ તન્ના, મનપા કમિશનર, જૂનાગઢ
  • લારી-ગલ્લા દૂર કરાતા ધંધાર્થીઓ કમિશનર કચેરીમાં રજૂઆત માટે આવ્યા હતા
  • એક અરજદારથી ઊંચેથી બોલાઈ જતા કમિશનર ગુસ્સે થયા

જૂનાગઢ મનપા કમિશનર કચેરીમાં રજૂઆત માટે આવેલા અરજદારો પર ગુસ્સે થતા કમિશનરનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. જૂનાગઢ શહેરમાંથી મનપા દ્વારા લારી અને ગલ્લા દૂર કરાતા લારીધારકો મનપા કમિશનર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા. આ જ સમયે કમિશનરે અરજદારને નીચા અવાજે વાત કરવાનું 'યુ ગેટ લોસ્ટ' એટલે કે ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું. કમિશનરનો આ વીડિયો વાઈરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

લારીધારકોને કમિશનરે કહ્યું- 'યુ ગેટ લોસ્ટ'
જૂનાગઢ શહેરમાંથી લારી-ગલ્લા દૂર કરાતા લારી અને ગલ્લાના સંચાલકો આજે મનપા કચેરીમાં આવ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ભારે વિરોધ બાદ લારી-ગલ્લા ધારકોના પ્રતિનિધિઓ કમિશનર કચેરીમાં મુલાકાત માટે પહોંચ્યા હતા. આ સમયે એક પ્રતિનિધિ દ્વારા ઊંચેથી બોલાઈ જતા કમિશનર રાજેશ તન્નાને ગુસ્સો આવ્યો હતો. કમિશનરે કહ્યું હતું કે, 'મને કાનમાં બીમારી નથી, આજ પછી આવો ત્યારે ધીમે બોલવાનું'. આ સમયે અરજદારે દલીલ કરતા કમિશનરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને કમિશનરે પોતાનો હાથ પોતાના ટેબલ પર પછાડી ઉભા થઈ ગયા હતા અને 'યુ ગેસ્ટ લોસ્ટ' કહી સુરક્ષા જવાનોને અરજદારને બહાર લઈ જવા કહ્યું હતું.

ક્યાં ગઈ સરકારની સંવેદનશીલતા?
ગુજરાત સરકાર એક તરફ સંવેદનશીલ સરકારની વાતો કરે છે. તો બીજી તરફ જૂનાગઢ મનપા કચેરીમાં આજે અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. શાંતિથી નિયમ મુજબ રજૂઆત કરવા આવેલા લારી-ગલ્લા ધારકોની રજૂઆત સાંભળી સમસ્યાનો ઉકેલ કરવાના બદલે કમિશનરે કરેલા વર્તનને લઈ સવાલો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...