સમસ્યા / જૂનાગઢ મેયરના વોર્ડમાં છેલ્લા 10 વર્ષથી પાણી લાઇન નથી

Junagadh mayor's ward has not had a water line for the last 10 years
X
Junagadh mayor's ward has not had a water line for the last 10 years

  • ભરડાવાવના લોકો રજૂઆત કરવા છતાં આંખ આડા કાન

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરના વોર્ડના લોકો દ્વારા છેલ્લા 10 વર્ષથી પાણી લાઇન માટે રજૂઆત કરી રહ્યા છે તેમ છતા પણ તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ કોઇ પગલા લેવામાં આવતા નથી. શહેરના ભરડાવાવ વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ બાવરિયાએ પત્ર લખી જણાવ્યું છે કે, શહેરના વોર્ડ નં.9 ભરડાવાવ ઢોળા પરના વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી મનપામાં પાણીની લાઇન માટે અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં પણ પાણી પ્રશ્ન હલ થતો નથી.

બે વર્ષ પહેલા ધરણા પણ કરવામાં આવ્યા હતા અને પાણીનો પ્રશ્નો હલ થઇ જશે તેવી ખાત્રી આપી હતી તેમ છતાં પણ હજુ સુધી પાણીની પાઇપ લાઇન નાખવામાં આવી નથી. આ વોર્ડ મેયર ધીરૂભાઇ ગોહિલનો હોય અને તેમને પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણીની લાઇનો પ્રશ્ન હલ થતો નથી. ત્યારે મનપા દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન નાખવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી