ધરપકડ:જૂનાગઢનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝડપાયો, ધોરાજી બાયપાસ ચોકડી પર ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવી હતી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રેન્જ આઈ જી મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ એસપી રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિવિધ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનામાં નાસતા-ફરતો એક શખ્સને દેશી પિસ્તલ સાથે ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ,જૂનાગઢમાં રહેતો હસન ઉર્ફે ટકો ભટ્ટી પોતાની બાઇકની ડેકીમાં દેશી હાથ બનાવટની પિસ્તલ લઈ બાઇક પર જઈ રહ્યોં હોવાની બાતમીના આધારે ક્રાઈમબ્રાન્ચના ઇનચાર્જ પીઆઈ એચ.આઈ ભાટી, પીએસઆઇ ડી.જી બડવા, એ.ડી વાળા તેમજ વી.એન બડવા,વિક્રમભાઈ ચાવડા,જયદીપભાઈ કનેરીયા,સાહિલભાઈ સમા, દેવશીભાઈ નંદાણીયા સહિતના સ્ટાફે ધોરાજીબાયપાસ પર વોચ ગોઠવી હતી અને હસન ઉર્ફે ટકો ભટ્ટી પસાર થતા જ તેમના બાઇકને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો જો કે ફરાર થવાની કોશિશ કરતો હોય જેથી પોલીસે આ શખ્સને કોર્ડન કરી દબોચી લીધો હતો અને એક પિસ્ટલ,2 કારટીસ કબજે કરી ગુનો નોંધ્યો હતો.અને બાઇક મોબાઈલ સહિત રૂ.85,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...