તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિહાર:જૂનાગઢ સ્થાનિકવાસી જૈન સંઘમાં 40 સંત, સતિએ પ્રથમ વિહાર કર્યો

જૂનાગઢ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નમ્રમુનિ મહારાજે જૂનાગઢમાં આયંબિલ ઓળી કરવાની ભાવના વ્યકત કરી

જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે નમ્રમુનિ મહારાજ, 40 જેટલા સંત, સતિઓ સાથે નવદિક્ષીતોએ પ્રથમ વિહાર કરી પાવન પગલાં કરતા સ્થાનકવાસી જૈન સંઘમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. આ અંગે રમેશભાઇ શેઠે જણાવ્યું હતું કે, આ પ્રસંગે નમ્રમુનિ મહારાજે ધર્મલાભ આપ્યો હતો. જ્યારે મહારાજનું 2021નું ચાતુરમાસ ડો. ડોલરભાઇ મહાસતી અને અન્ય સતીજીનું જાહેર કરવામાં આવ્યું હતું.

આ તકે નમ્રમુનિ મહારાજે જણાવ્યું હતું કે, જૂનાગઢ ખાતે આયંબીલ ઓળી કરવાની ભાવના છે. મુંબઇમાં દિક્ષાના કાર્યક્રમમાં જો કોઇ ફેરફાર નહિ થાય તો આયંબીલ ઓળી જૂનાગઢમાં કરાશે. જ્યારે પ્રમુખ લલીતભાઇ દોશીએ એક દિક્ષા જૂનાગઢ સંઘમાં થાય તેવી લાગણી વ્યકત કરી હતી જેને ગુરૂદેવે ડન કહેતા લોકોમાં આનંદ પ્રસરી ગયો હતો. આ તકે સુરેશ કામદાર, પ્રો. દામાણી, એડવોકેટ કે.બી. સંઘવી, અશોકભાઇ ટોલીયા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...