તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાંટવાના એકલેરા ગામની વાડીમાં જુગાર રમતા 15 શખ્સ ઝડપાયા, જૂનાગઢ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રોકડ, મોબાઇલ, વાહનો સહિત 3,51,650નો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ એલસીબીએ બાંટવાના એકલેરા ગામની વાડીમાં ધમધમતા જુગાર અડ્ડા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 15 શખ્સોને ઝડપી લઇ રોકડ, મોબાઇલ, વાહનો સહિત 3,51,650નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત અનુસાર એકલેરા ગામના રહિશ દાસાભાઇ છેલાણાનું સીમમાં મકાન આવેલ છે. દાસાભાઇએ આ મકાન માણાવદરના સમેગા ગામના કાળાભાઇ મારૂ અને પ્રકાશભાઇ સુખાનંદીને ભાગીદારીમાં જુગાર અડ્ડો ચલાવવા ભાડે આપ્યું છે. જ્યારે કાળાભાઇ અને પ્રકાશભાઇ બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા છે.

આ અંગેની બાતમી મળતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 15 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. એલસીબીએ જુગાર સ્થળ પરથી રોકડ 2,04,650, નાલના 9,000, મોબાઇલ ફોન નંગ 13 કિંમત રૂપિયા 37,000 અને મોટર સાઇકલ 4 કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ 3,51,650નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે બાંટવા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...