તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમારોહ:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો સોળમો વાર્ષિક પદવીદાન સમારોહ તા.6 ના રોજ વર્ચ્યુલ યોજાશે

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પછીનો સૌ પ્રથમ વખત ઓનલાઇન વર્ચ્યુલ પદવીદાન સમારોહ યોજાશે. યુની.નો સોળમો પદવીદાન સમારોહ તા.6 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે કલાકે ઓનલાઇન (વર્ચ્યુલ) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે.

આ સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને તથા અતિથિવિશેષ પદે કૃષિ મંત્રી આર.સી.ફળદુ હાજર રહેશે. આ સમારોહમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, મત્સ્યવિજ્ઞાન, પશુચિકિત્સા અને પશુપાલન તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-660 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે પદવી એનાયત કરાશે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ-69 ગોલ્ડ મેડલ તથા બે કેશપ્રાઇઝ અને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવશે.

આ કાર્યક્રમની તૈયારીઓ કુલપતિ ડો.વી.પી. ચોવટીયા , કુલસચિવ ડો.પી.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો