તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:જૂનાગઢ કૃષી યુનિ. વૈજ્ઞાનિકને 9 એવોર્ડ એનાયત કરાયા, એક્સેલન્સ ઈન રીસર્ચ એવોર્ડ એવોર્ડ અપાયો

જૂનાગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેસ્ટ સાયન્ટીસ્ટ એવોર્ડ”, “એકસેલન્સ ઈન રીસર્ચ એવોર્ડ”, “યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ ”મેળવતા વૈજ્ઞાનીક ડો.ડી.એમ.જેઠવા

જૂનાગઢ કૃષી યુનીવર્સીટીમાં સહ સંશોધન વૈજ્ઞાનિક તરીકે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં ફરજ બજાવતા ડો.ધર્મરાજસિંહ જેઠવાને શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ 2013 - 14 માં “બેસ્ટ ટીચર”નો એવોર્ડ કૃષિ યુની. દ્વારા એનાયત કરવામાં આવેલ છે. આ ઉપરાંત ડો.જેઠવાની જુદી જુદી સંશોધનની કામગીરી માટે “બેસ્ટ સાયન્ટીસ્ટ એવોર્ડ”, “આઉટસ્ટેન્ડિંગસાયન્ટીસ્ટ એવોર્ડ”, “એક્સેલન્સ ઈન રીસર્ચ એવોર્ડ”, “યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ” વગેરે એમ કુલ 9 એવોર્ડ એનાયત કરાયેલ છે.

ડો. ધર્મરાજસિંહ જેઠવા જૂનાગઢ કૃષી યુનિવર્સીટી સાથે વર્ષ 2006થી સંકળયેલા છે. તેમના માર્ગદર્શન નીચે 12 એમ.એસ.સી. વિદ્યાર્થીઓ તેમજ 2 પી.એચ.ડી. વિદ્યાર્થીઓએ પોતાનું સંસોધન કાર્ય સમાપ્ત કરેલ છે. તેમ જ હાલમાં તેમના માર્ગદર્શન નીચે 2 એમએસ.સી. વિદ્યાર્થીઓ તેમજ 7 પી.એચ.ડી. વિદ્યાર્થીઓ પોતાનું સંસોધન કાર્ય કરી રહ્યા છે. આઈ.સી.એ.આર. દ્વારા ચાલતી ઈ.એલ.પી. યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના આઠમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓને પોતાનો વ્યવ્સાય સ્થાપીન પગભર થય શકે તે માટે થઈને જુદા જુદા જૈવિક ઘટકોનો બહોળા પાયે ઉછેર તેમજ વેચાણની તાલીમ ડો ડી. એમ. જેઠવા દ્વારા વર્ષ 2016 થી આપવામાં છે. જે અંતર્ગત હાલ સુધીમાં 218 સ્નાતક કક્ષાના તેમજ 24 અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ તાલીમ લઈ ચુક્યા છે. જેમના દ્વારા કુલ 42.10 લાખ રૂપીયાની આવક કરવામાં આવેલ છે. જેમાંથી 18.85 લાખ રૂપિયા વિદ્યાર્થીઓમાં વહેચવામાં આવ્યા છે.

તેઓ મુખ્ય પ્રોજેક્ટ જેવા કે આર.કે.વી.વાય યોજના, બાગાયત મિશન અને આઈ.સી.એ.આર. દ્વારા ચાલતા જુદા જુદા પ્રોજેક્ટનું સંચાલન કરે છે. તેઓએ જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાની સ્થાપના કરી ખેડૂતો માટે જુદી જુદી જીવાતોના સફળ જૈવિક નિયંત્રણ માટેના પગલા આપ્યા છે. આ ઉપરાંત જુદી જુદી ખાનગી એજન્સીના કુલ 266 પ્રોજક્ટ પૂર્ણ કરેલ છે. જુદા જુદા જૈવિક ઘટકોના ઉત્પાદન તેમજ વિતરણ દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 કરોડ રૂપીયાની રેવન્યુ ઉત્પાદિત કરેલ છે. આ ઉપરાંત ત્રણ નવી ટેકનોલોજી ભારત સરકારમાં પેટન્ટ કરાવેલ છે. તેમ બીજી 5 ટેકનોલોજીની પેટન્ટ કરવાની કામગીરી શરૂ છે.

તેમના દ્વારા અત્યાર સુધીમાં ખેડૂત તેમજ વૈજ્ઞાનિક સમુદાય માટે કુલ 57 ભલામણ કરવામાં આવેલ છે.તેમણે અત્યાર સુધીમાં 138 જેટલા સંશોધન લેખ તેમ જ 44 જેટલા ખેડૂત ઉપયોગી લેખ લખેલ છે. અત્યાર સુધીમાં 100 થી વધુ ખાસ વ્યાખ્યાન ઉપરાંત 47 થી વધુ ખેડૂતો માટેના ટી.વી. તેમજ રેડીઓ વાર્તાલાપ આપેલ છે. તેમણે જુદી જુદી 3 વૈજ્ઞાનિક સમુદાય માટે 1 વિદ્યાર્થીઓ માટે અને 5 ખેડૂતો માટે તાલીમનું આયોજન કરેલ છે. આમ, ડો. ધર્મરાજસિંહ એમ જેઠવા એ શિક્ષણ ક્ષેત્રે ઉતકૃષ્ટ કામગીરી કરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ગૈારવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો