મંત્રીમંડળની રચના:જૂનાગઢની કેશોદ બેઠકના ધારાસભ્ય દેવાભાઈ માલમે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગની જવાબદારી સોંપવામા આવી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય દેવાભાઈ માલમ - Divya Bhaskar
ધારાસભ્ય દેવાભાઈ માલમ
  • કોળી સમાજના આગેવાન છે દેવાભાઈ માલમ

જૂનાગઢ જિલ્લાની કેશોદ સીટના ધારાસભ્ય દેવાભાઈ માલમની રાજ્ય સરકારમાં મંત્રી તરીકે નિમણુંક થઈ છે. દેવભાઈ માલમ પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. કેશોદને અઢી દાયકા બાદ મંત્રી તરીકે રાજય સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે. છેલ્લે 1997 માં શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં કેશોદના ધારાસભ્ય બચુભાઈ સૌંદરવાને મંત્રી પદ મળ્યુ હતું.

કોણ છે દેવાભાઈ માલમ?
જૂનાગઢની કેશોદ બેઠક પરથી વર્ષ 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. દેવાભાઈ માલમ કોળી સમાજમાંથી આવે છે. 4 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર દેવાભાઈ ત્રણ ટર્મ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતમાં નેતા વિપક્ષ તરીકે અને સિંચાઈ સમિતિની ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયિક ધોરણે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

ભૂપેન્દ્ર પટેલ સરકરામાં રાજ્યકક્ષાના મંત્રી
દેવાભાઈ માલમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મત્રી બનાવવામા આવ્યા છે. આજે તેઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. અઢી દાયકા બાદ કેશોદના પ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્થાન મળતા કેશોદના લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...