પડવાના વાંકે ઉભેલી ઈમારત:જૂનાગઢ ITIની ઈમારત પર 'જોખમી ઈમારત'ની ચેતવણી હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મેળવી રહ્યા છે તાલીમ

જુનાગઢ21 દિવસ પહેલા
  • આ મામલે પ્રિન્સિપાલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો

જુનાગઢની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માં જીવના જોખમે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ.. વર્ષોથી ખંઢેર હાલતમાં ઉભેલા બિલ્ડીંગમાં બોહળી સંખ્યામાં વિધાર્થીઓ જીવના જોખમી અભ્યાસ કરવા આવે છે અને પ્રિન્સિપાલની જોહુકમી થી તેમને આ જ બિલ્ડિંગમાં અભ્યાસ કરવો પડે છે. પરંતુ નવાઈની વાત એ છે કે ત્રણ વર્ષ થયા તંત્રએ આ બિલ્ડીંગ ને જર્જરીત જાહેર કર્યા.બિલ્ડિંગમાં નોટિસો લાડી છતાં પણ આઈ.ટી.આઈ વિભાગ બીજી કોઈ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને સિફ્ટ નથી કરતી. ત્યારે આઈટીઆઈ વિભાગના શિક્ષકે જ જણાવ્યું હતું કે અમને માલ સામાન ફેરવવા માટે પ્રિન્સિપાલે કહ્યું છે કે અભ્યાસમાં આવતા વિદ્યાર્થીઓને પાસે માલસામાન અને મશીનરી બીજી જગ્યાએ બદલાવી નાખો.

આઈ.ટી.આઈ માં ઘણા ટ્રેડ વિભાગની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બેસવા માટે બેંચો ની વ્યવસ્થા નથી,પંખા નથી અને મશીનરી કે જે ભણવા માટે ખાસ ઉપયોગી હોય છે તેમના પણ કોઈ પ્રકારના ઠેકાણા નથી...આઈ.ટી.આઈ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે ધીમે ચાલીને જજો બિલ્ડીંગમાં આવ્યા પછી કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરતા કારણ કે બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે...પરંતુ કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો તેનું જવાબદાર કોણ?

જ્યારે પ્રિન્સિપાલ ભટ્ટીની મુલાકાત લેતા તેમને આ બાબતે પૂછતા તેમને સાફ શબ્દોમાં કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. જૂનાગઢના મેઘાણીનગરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈ.ટી.આઈ ની બિલ્ડિંગ અત્યંત જર્જરીત હાલતમાં છે તેમજ ઠેર ઠેર જગ્યાએ દીવાલોમાં તિરાડ પડી ગઈ છે અને સ્લેબ માંથી સળિયાઓ પણ બહાર નીકળી ગયા છે ઉપરાંત માણસ ચાલે તો પણ બિલ્ડિંગ ભલે તેવી પરિસ્થિતિમાં આપ ઇમારત ઊભી છે. ત્યારે તંત્ર દ્વારા પણ આ બિલ્ડિંગનો ઉપયોગ ન કરવા માટેની સૂચના નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવેલી છે. તેમ છતાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રિન્સિપાલ દ્વારા બિલ્ડીંગની અન્ય કોઈ જગ્યાએ ન ખસેડે ત્યાં સુધી વિદ્યાર્થીઓને અહીં જ જીવના જોખમે અભ્યાસ કરાવી રહ્યા છે.

પીડબલ્યુડીના અધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે આ બિલ્ડીંગ ઉપયોગ કરવાને લાયક નથી જેથી આ બિલ્ડિંગથી દૂર રહેવું અને ઉપયોગ ન કરવો તેવું નોટિસ બોર્ડ ઉપર લખવામાં આવ્યું છતાં પણ વિદ્યાર્થીઓને આજ બિલ્ડિંગમાં બેસાડવાનો આગ્રહ રાખવામાં આવે છે. કારણ કે બીજી કોઈ બિલ્ડિંગ છે નહીં અને એક બિલ્ડિંગમાં ખસેડવાની વાત હતી તો પ્રિન્સિપાલ દ્વારા ઇન્સ્ટ્રક્ટરને એવું જણાવ્યું કે વિદ્યાર્થીઓ પાસેથી સામાન હેરફેર કરાવી લો. ત્યારે ઇન્સ્ટ્રક્ટર એ જણાવ્યું કે વિદ્યાર્થીઓ છે કોઈ મજૂર નથી આ અંગે તેઓએ ખર્ચ કરવા માટેની પણ રજૂઆત કરી હતી. પરંતુ આ અંગે પ્રિન્સિપાલ દ્વારા સ્પષ્ટ ના કહી દેવામાં આવી છે.....

..

અન્ય સમાચારો પણ છે...