વાવેતર:જૂનાગઢ બાગાયત વિભાગ કિચન ગાર્ડનિંગ માટે શાકભાજી બિયારણનું વિતરણ કરશે

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકો ઘરની આજુબાજુની ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર કરી શકે તે માટે જૂનાગઢ બાગાયત વિભાગ બિયારણ નું વિતરણ કરશે.

જૂનાગઢ જિલ્લા ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનીંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા ઘરની આજુબાજુની ખુલ્લી જમીન કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર કરવા માટે રૂપિયા પાંચના ટોકન ભાવે વિવિધ શાકભાજીના બિયારણના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. સાથે વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરીક્ષિત કરવાની તાલીમ પણ આપવામાં આવે છે.

આજના સમયમાં ગ્રામ્ય તેમજ શહેરીજનોનાં કુટુંબના સભ્યોની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી કિચન ગાર્ડનનું આયોજન કરી શકાય છે.

આ કચેરી દ્વારા ઘર આંગણે ઉગાડી શકાતા શાકભાજી અંગે માર્ગદર્શન તેમજ સાહિત્ય પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા કેનીંગ અને કીચન ગાર્ડન વિભાગના નાયબ બાગાયત નિયામકની કચેરી, લઘુ કૃષિ ભવન, નવી મામલતદાર ઓફિસની બાજુમાં જૂનાગઢનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...