વેધર:જૂનાગઢમાં ઠંડીના પગરવ, 14.6 ડિગ્રી તાપમાન રહ્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં ઠંડીના પ્રમાણમાં છેલ્લા 4 દિવસથી સતત વધારો થઇ રહ્યો છે. 4 દિવસમાં ઠંડીમાં 2 ડિગ્રીનો ચમકારો અનુભવાયો છે. જૂનાગઢ શહેરમાં આ વર્ષે ઠંડીની વ્હેલી શરૂઆત થઇ રહી હોય તેમ જણાઇ રહ્યું છે. સામાન્ય રીતે કારતક સુદ 11 લીલી પરિક્રમા વખતે કે તે બાદ ઠંડી પડતી હોય છે. જોકે, ચાલુ વર્ષે દિવાળી પહેલા ઠંડીના પગરવ સંભળાઇ રહ્યા છે.

છેલ્લા 4 દિવસથી સતત લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે. 29 ઓકટોબરે 17.5 ડિગ્રી, 30 ઓકટોબરે 15.6 ડિગ્રી, 31 ઓકટોબરે 14.4 ડિગ્રી તેમજ 1 નવેમ્બરે 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. આમ, ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મોડી રાતના અને વ્હેલી સવારે ટાઢોડાની અસર વર્તાઇ છે. દરમિયાન સોમવારે લઘુત્તમ 14.6, મહત્તમ 17.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 65 ટકા અને બપોર બાદ 27 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 2.7 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. ત્યારે હવે કબાટમાંથી સ્વેટર અને ધાબળા કાઢી રાખવાનો સમય આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...