હડતાળનું એલાન:જૂનાગઢ ડીવીઝનને 1 દિ'માં રૂા. 45 લાખની આવક ઘટશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3020 ટ્રીપને અસર થશે, 3600 કર્મીઓ જોડાશે
  • દક્ષિણ સાૈરાષ્ટ્રનાં એસટી કર્મચારીઓનું આજે રાત્રે 12 વાગ્યાથી હડતાળનું એલાન: ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન

એસટી કર્મચારીઓની કેટલીક માંગ છે. આ માંગ અંગે અગાઉ અનેક વખત લેખીત તેમજ મૌખિક રજૂઆત છત્તાં સરકારે મચક ન આપતા એસટી કર્મચારીઓ એલાન એ જંગ કરવા પર ઉતરી ગયા છે. આ અંગે એસટી કર્મચારી મંડળ જૂનાગઢના મહામંત્રી દિલીપભાઇ રવિયાએ જણાવ્યું હતું કે, એસટી કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો છે.

આ પ્રશ્નોનો નિકાલ કરવા એસટી નિગમના માન્ય સંગઠનો જેવા કે એસટી કર્મચારી મંડળ, એસટી મઝદૂર સંઘ અને એસટી વર્કસ ફેડરેશન યુનિયનની સંકલન સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં નક્કી કરાયું છે કે,જો 20 ઓકટોબર સુધીમાં માંગ ન સંતોષાય તો 20 ઓકટોબરની મધ્યરાત્રીના 12 વાગ્યાથી જ એસટી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જવું.જો સરકાર માંગ નહિ સ્વિકારે તો હડતાળ થશે પરિણામે એસટીની 500 બસના પૈડા થંભી જશે. દરમિયાન એસટી કર્મચારીઓએ બસ સ્ટેશનમાં એકઠા થઇ માંગ સંતોષવા માટે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

હડતાળ થશે તો શું અસર થશે ?
500 બસના પૈડા થંભી જશે. જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદરના મળી કુલ 2,200 થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાશે. 2,600થી વધુ રૂટ બંધ થઇ જશે. 1 બસના ફેરામાં 100 મુસાફરોની અવર જવર ગણો તો 2,600 રૂટ મુજબ 2,60,000 મુસાફરોને હાલાકી થશે. જૂનાગઢ એસટીની દૈનિક 45,00,000ની આવક થાય છે તે ગૂમાવવી પડશે. મુસાફરો તેમજ અપડાઉન કરનારને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેમજ મોંઘા ભાવની મુસાફરી કરવી પડશે. ખાસ કરીને ગામડાના લોકોને ભારે અસર થશે. કારણ કે, ખાનગી બસ મોટા સિટી માટે મળી શકે છે, અંતરિયાળ ગામડામાં ખાનગી બસ જતી નથી ત્યાંતો એસટી જ યાતાયાતનું મુખ્ય માધ્યમ છે.

જૂનાગઢ ડિવીઝનમાં 9 ડેપો આવે છે
જૂનાગઢ એસટી ડિવીઝનમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, જેતપુર, ધોરાજી, કેશોદ, માંગરોળ અને બાંટવા ડેપોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...