કલેક્ટર રચિત રાજ વહીવટી તંત્રમાં પ્રજાને કેન્દ્રમાં રાખીને ‘જરા હટકે’ કરવા માટે જાણીતા બન્યા છે. તાજેતરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં દેશભરમાં પ્રથમવાર હેલ્થ એનિમલ બૂથ અને હેલ્થ બૂથ ઉભા કર્યા હતા જેની રાષ્ટ્રીય માધ્યમો અને ઇલેક્શન કમિશન ઇન્ડિયાએ પણ નોંધ લીધી હતી. આ અંગે કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે, અરજદારો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર, કેન્દ્ર-રાજય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો પાત્રતા ધરાવનાર એક પણ લાભાર્થી વંચિત ન રહે અને દરેક ક્ષેત્રમાં 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ સાથે કામ કરવામાં આવે છે.
એનિમલ હેલ્થ બૂથ, હેલ્થ બૂથ, પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેની પહેલને લોકોએ આવકારી છે. જ્યારે હ્યુમન લાઇબ્રેરી કલેક્ટર કચેરી ખાતે શરૂ કરી તેની જ કડીમાં હેપ્પીનેશ એડમીસ્ટ્રેશન જેવી પહેલ કરવામાં આવી. એક કે, બે દિકરી ધરાવનાર વાલીને સરકારી કામકાજોમાં અગ્રતા આપવા માટે પિંક કાર્ડ, વરિષ્ઠ નાગરિકને પ્રાથમિકતા મળી રહે તે માટે ગ્રે કાર્ડ આ પ્રકાર પહેલ કરનાર જૂનાગઢ દેશભરમાં પ્રથમ હતું. સેવાસેતુમાં 3.14 લાખ અરજીનો નિકાલ કરી જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ટોચના સ્થાને છે.
વર્ષની અન્ય કામગીરી
જૂનાગઢ જિલ્લાને અકસ્માત મુક્ત બનાવવા માટે પ્રોજેક્ટ ઉજાલા, પ્લાસ્ટીક મુક્ત યાત્રાધામ મિશન હેઠળ 14,000 કિલોથી વધુ પ્લાસ્ટીકનું એકત્રિકરણ, વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રહેણાંક માટે નિઃશુલ્ક પ્લોટનું વિતરણ, વયોવૃદ્વ વાલીઓ માટે પ્રોજેક્ટ આશીર્વાદ જેવા ઘણાં પ્રજાલક્ષી કાર્યો વર્ષ- 2022માં કરવામાં આવ્યા છે જેને લોકોએ આવકાર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.