તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લો કોરોધાકોર:જૂનાગઢ જિલ્લામાં હજુ 48.65 ટકા વરસાદની ઘટ

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદના અષાઢ, શ્રાવણ મહિનો પસાર, ભાદરવા પર આશા
  • રવિવારે મેઘરાજાએ જાણે રજા પાડી હોય તેમ જિલ્લો કોરોધાકોર

જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ હેત વરસાવવામાં જાણે કંજુસાઇ કરી હોય તેમ અત્યાર સુધીમાં માત્ર 52.35 ટકા જ વરસાદ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન વરસાદના ગણાતા અષાઢ અને શ્રાવણ માસ તો વિતી ગયા છે અને હજુ 48.84 ટકા વરસાદની ઘટ છે. ત્યારે હવે ભાદરવા મહિના પર લોકોની આશા મંડાઇ છે. જોકે, હજુ 48.84 ટકા વરસાદની ઘટ હોય ભારદવો મહિનામાં આ ઘટ પુરી થશે કે કેમ ? કારણ કે, ભાદરવો મહિનામાં તો આકરા તાપ પડતા હોય છે. ત્યારે હવે થાય છે શું તે જોવું રહ્યું. ત્યારે જરૂર પડ્યે વરસાદની ઘટ પુરી કરવા મેઘરાજા આસો મહિનામાં પણ હેત વરસાવે તેવી લોકો આશા સેવી રહ્યા છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રવિવારે જાણે મેઘરાજા રજા પર ઉતરી ગયા હોય તેમ આખો જિલ્લો કોરોધાકોડ રહ્યો હતો. રવિવાર સવારના 6 થી લઇને રાતના 8 સુધીમાં સમગ્ર જિલ્લામાં મેઘરાજાની ગેરહાજરી નોંધાઇ હતી. એકમાત્ર કેશોદમાં રવિવાર સવારના 6 થી 8માં માત્ર 4 એમએમ વરસાદ પડ્યો હતો. આમ, રવિવારે આખા જિલ્લાનો વરસાદ માત્ર 4 એમએમ પડ્યો હતો. જ્યારે છેલ્લા ચોવિસ કલાકની ગણતરી કરીએ તો શનિવાર સાંજના 6 થી રવિવાર સાંજના 6 સુધીમાં પણ સમગ્ર જિલ્લામાં માત્ર 10 એમએમ વરસાદ જ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...