શિક્ષણ:જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલકો આદેશ સાથે અસહમત, સ્વતંત્ર રીતે પરીક્ષાનું કાર્ય કરવા ડીઇઓને રજૂઆત

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકાર દ્વારા તમામ શાળાની પરીક્ષા સાથે યોજવા આદેશ

સરકારના પરીક્ષા વિભાગ દ્વારા તમામ શાળાઓમાં એક જ સમયે સમાન ટાઇમ ટેબલ સાથે પ્રથમ પરીક્ષા લેવા આદેશ કર્યો છે. ત્યારે જૂનાગઢ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જી.પી. કાઠીની આગેવાનીમાં સ્વનિર્ભર શાળા સંચાલકોએ ડીઇઓ આર. એસ. ઉપાધ્યાયને આવેદન આપ્યું છે. આવેદનમાં આ નિર્ણય સામે અસહમતિ દર્શાવી સ્વતંત્ર રીતે પરીક્ષાનું આયોજન કરવા રજૂઆત કરી છે.

ખાસ કરીને પરીક્ષા નિર્ણય સમયે સ્વનિર્ભર શાળા સંચાલકોને બોલાવ્યા નથી કે વિશ્વાસમાં લીધા નથી, નોન ગ્રાન્ટેડ શાળાઓ વિવિધ કસોટી, યુનિટ ટેસ્ટનું સ્વતંત્ર રીતે આયોજન કરતી હોય છે,કેટલીક શાળાનો સમય બપોરના તો કેટલીક શાળાનો સમય સવારનો હોય પરિણામે અનેક મુશ્કેલી પડી શકે છે.વળી, સરકારે છેક 30 સપ્ટેમ્બરે કહ્યું કે, 15 ઓકટોબરથી પરીક્ષા લેવાશે અને 9 થી 12ના પ્રશ્નપત્રો અમે આપીશું.

ત્યારે આ વાત જૂનમાં કહેવી જોઇએ. હવે તમામ સ્કૂલોએ પોતાની રીતે અભ્યાસક્રમ ચલાવ્યો હોય અને સરકાર તેની રીતે અભ્યાસક્રમના પ્રકરણને ધ્યાનમાં લઇ પેપર આપે તો મુશ્કેલી વધી શકે છેે. આ રીતની પરીક્ષાનો ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોએ પણ વિરોધ કર્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલકો 18 ઓકટોબરથી પોતાની શાળામાં તૈયાર કરેલા પ્રશ્નપત્રો દ્વારા પ્રથમ પરીક્ષા લેશે.

અન્ય સમાચારો પણ છે...