તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠાનો માર:જૂનાગઢ જિલ્લામાં પંદર દિવસમાં ત્રીજી વાર કમોસમી વરસાદ વરસ્યો, કેરીના પાકને નુકસાનની ભીતિ

જૂનાગઢ4 દિવસ પહેલા
 • તેજ પવન ફૂંકાયા બાદ ધીમીધારે વરસાદ વરસ્યો
 • 9.3 કિમીની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરી ચડી
 • 2 દિવસમાં 1.9 ડિગ્રી વધી મહત્તમ તાપમાન 41.1 ડિગ્રીએ પહોંચ્યું, પવનની ઝડપમાં 3.7 કિમીનો વધારો

જૂનાગઢ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક પલટો આવ્‍યા બાદ વરસાદી ઝાપટા વરસ્‍યા હતા. વરસાદી માહોલમાં રસ્‍તાઓ ભીના થઇ ગયેલ હતા. જયારે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન થયુ હોવાનું જાણવા મળેલ છે. જીલ્‍લામાં છેલ્‍લા પંદર દિવસમાં ત્રીજી વખત કમોસમી વરસાદ વરસેલ હતો.

જૂનાગઢ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજે સાંજે સાડા ચાર વાગ્‍યા આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હતો. શહેરના આકાશમાં કાળા વાદળો છવાયા ગયાની સાથે ઠંડો પવન ફુંકાવવાની શરૂઆત થયેલ બાદ ઘીમી ઘારે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયેલ હતુ. અડઘી કલાક સુઘી ઘીમીઘારથી લઇ ઘોઘમાર કમોસમી વરસાદ વરસ્‍યો હતો.

જેના પગલે રસ્‍તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. આ સમયે શહેરની બજારો અને હાઇવે પર કેરીના બોકસ વેંચાણ કરી રહેલા ફેરીયાઓ કેરી બચાવવા પ્‍લાસ્‍ટીક ઢાંકવા દોડા દોડી કરવા વળગી ગયા હતા. કમોસમી વરસાદ જૂનાગઢના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસેલ હોવાનું જાણવા મળેલ છે. આ વરસાદને લઇ કેરીના પાકને પણ નુકશાન થયુ હોવાનું જાણકારો જણાવી રહેલ છે. આજે સમીસાંજે આવેલ કમોસમી વરસાદ 4 મીમી સુઘી વરસ્‍યો હોવાનું ડીઝાસ્‍ટર શાખામાંથી જણાવેલ છે.

અત્રે નોંઘનીય છે કે, એક તરફ ભર ઉનાળાની ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તો બીજી તરફ જૂનાગઢ શહેરથી લઇ જંગલ વિસ્‍તારમાં છેલ્‍લા પંદર દિવસમાં કમોસમી વરસાદની હેટ્રીક નોંઘાઇ છે. કમોસમી વરસાદ વારંવાર વરસતો હોવાથી ખેતીના પાકોને ભારે નુકશાન થઇ રહયુ હોવાથી ખેડુતો ચિંતામાં ગરકાવ થયા છે.

કેરીના બોક્ષને પલળતા બચાવવા વેપારીઓએ પ્લાસ્ટિકનો સહારો લીધો
જૂનાગઢ શહેરમાં કમોસમી વરસાદ તૂટી પડતા રસ્તા પર કેરી વેંચતા વેપારીઓએ કેરીના બોક્ષને વરસાદમાં પલળતા બચાવવા પ્લાસ્ટિકનો સહારો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો