તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગત વર્ષ કરતા 23 ટકા ઓછો વરસાદ:જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સિઝનનો સરેરાશ 1% વરસાદ વરસ્યો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 જુલાઇ 2020 સુધીમાં 58.04 ટકા વરસાદ થયો હતો : સિઝનનો સરેરાશ 16.07 ઇંચ વરસાદ ઓછો

વર્ષ 2020 કરતા ચાલુ વર્ષે ઓછો વરસાદ છે. 12 જુલાઇ સુધીમાં સિઝનનો માત્ર 12.81 ટકા વરસાદ થયો છે,જે ગત વર્ષે 12 જુલાઇ સુધીમાં 58.04 ટકા વરસાદ થયો હતો. ચાલુ વર્ષે 23 ટકા વરસાદ ઓછો થયો છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સિઝનનો સરેરાશ 1 ટકા કરતા વધુ વરસાદ થઇ રહ્યો છે.

વર્ષ 2021માં જૂનાગઢ જિલ્લામાં વરસાદનું આગમન મોડું થયું હતું. 18 જૂનથી વરસાદ શરૂ થયો હતો. પાંચ દિવસ વરસાદ થયા બાદ વિરામ લઇ લીધો હતો. ફરી 9 જુલાઇથી વરસાદ પડવાનું શરૂ થયું છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. વરસાદનાં મોડા આગમન અને વચ્ચે વરસાદ ખેંચાતા 23 ટકા વરસાદ ઓછો છે. વર્ષ 2020માં 12 જુલાઇ સુધીમાં જિલ્લામાં સરેરાશ 58.04 ટકા વરસાદ થયો હતો.

જિલ્લામાં સિઝનનો 20.85 ઇંચ વરસાદ થઇ ગયો હતો. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ઓછો થયો છે. ચાલુ વર્ષે સિઝનનો 12.81 ટકા જ વરસાદ થયો છે અને જિલ્લામાં સિઝનનો સરેરાશ 4.78 ઇંચ વરસાદ થયો છે. જોકે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં સારો વરસાદ થયો છે. 3 દિવસથી સિઝનનો સરેરાશ 1 ટકા કરતા પણ વધુ વરસાદ પડી રહ્યો છે. 10 જુલાઇનાં સિઝનનો 8.73 ટકા, 11 જુલાઇનાં સિઝનનો 10.82 ટકા અને 12 જુલાઇ સિઝનનો 12.81 ટકા વરસાદ થયો છે.

મેંદરડામાં 4 કલાકમાં સિઝનનો 15.88 ટકા વરસાદ ખાબક્યો
મેંદરડામાં રવિવારે સાંજે 4 કલાકમાં 5 ઇંચ વરસાદ થયો હતો. મેંદરડામાં સિઝનનો કુલ 22.53 ટકા વરસાદ થયો છે. રવિવારે મેંદરડામાં 4 કલાકમાં સિઝનનો 15.88 ટકા વરસાદ ખાબકી ગયો હતો. મેંદરડામાં સિઝનનો 8.68 ઇંચ વરસાદ થયો છે. માંગરોળમાં સિઝનનો 23.70 ટકા વરસાદ થયો છે,જે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ છે. માંગરોળમાં 8 . 28 ઇંચ વરસાદ થયો છે.

ગીર-સોમનાથ જિલ્લામાં સિઝનનો 9.94 ટકા વરસાદ થયો
​​​​​​​ગીર-સોમનાથ જિલ્લામાં સિઝનનો ઓછો વરસાદ છે. જિલ્લામાં સિઝનનો સરેરાશ 9.94 ટકા વરસાદ થયો છે. 12 જુલાઇનાં સાંજનાં 6 વાગ્યા સુધીમાં ઊનામાં 4.75 ટકા, કોડીનારમાં 10.27 ટકા, ગીરગઢડામાં 3.43 ટકા, તાલાલામાં 12.60 ટકા, વેરાવળમાં14.94 ટકા, સુત્રાપાડામાં 13.97 ટકા વરસાદ થયો છે

અન્ય સમાચારો પણ છે...