તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 51.15 ટકા થયો, ઝાપટાથી લઇ અડધો ઇંચ સુધી વરસાદ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં દિવસભર ઝરમર ઝરમર વરસાદ વરસ્તો રહ્યો હતો. - Divya Bhaskar
જૂનાગઢ શહેરમાં દિવસભર ઝરમર ઝરમર વરસાદ વરસ્તો રહ્યો હતો.
  • ઉનામાં અડધો કલાકમાં ધોધમાર અડધો ઇંચ વરસાદ પડ્યો

જૂનાગઢ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. દરમિયાન શુક્રવારે 3 એમએમથી લઇને અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉનામાં વ્હેલી સવારે અડધી કલાકમાં ધોધમાર અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ બાઉન્ડ્રી ફટકારી છે. સતત ચાર દિવસથી મેઘમહેર જારી છે. દરમિયાન શુક્રવારે પણ દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા વરસવાનું શરૂ રહ્યું હતું. જિલ્લામાં 3 એમએમથી લઇને અડધો ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. દરમિયાન જિલ્લાનો સિઝનનો કુલ વરસાદ 51. 15 ટકા થયો છે.

શુક્રવારે સવારના 6 થી લઇને રાત્રીના 8 સુધીના 10 કલાકમાં જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 10 એમએમ, કેશોદમાં 5 એમએમ, ભેંસાણમાં 4 એમએમ, મેંદરડામાં 5 એમએમ, માંગરોળમાં 3 એમએમ, માણાવદરમાં 14 એમએમ, માળીયા હાટીનામાં 5 એમએમ, વંથલીમાં 12 એમએમ અને વિસાવદરમાં 6 એમએમ વરસાદ નોંધાયો હતો. આમ, ધીમીધારે હળવા ઝાપટા સ્વરૂપે વરૂણ દેવતાએ હેત વરસાવ્યું હતું. દરમિયાન ઉનામાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી.

ઉના ગિરગઢડા પંથકમાં છેલ્લા 4 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન શુક્રવારે વ્હેલી સવારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને અડધો કલાકમાં ધોધમાર અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. પરિણામે શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. જ્યારે તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોકે, બપોર બાદ વાદળો છુટા પડતા વાતાવરણ ખુલ્લું થયેલ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...