વીજબીલમાં બચત:જૂનાગઢ જિલ્લા પંચાયત જેનું લાઈટબીલ આવે છે ઝીરો, સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કરનારી રાજ્યની પ્રથમ જિલ્લા પંચાયત

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 68 કિલો વોટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી અને લાઈટ બિલ થઈ ગયું ઝીરો

જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ દ્વારા વીજબીલના પૈસા વેડફાઈ જાય તે કરતા વીજળી પણ વપરાશ થાય અને સામે જિલ્લા પંચાયતને પણ આવક થાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અનુસંધાને વીજબિલ સંપૂર્ણપણે ઝીરો કરવા માટે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 68 કિલો વોટની સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવી.

આજે જિલ્લા પંચાયતનું લાઈટ બિલ ઝીરો આવે છે
એક સમયે દર મહિને એક લાખ દસ હજાર સુધીનું લાઈટ બીલ જિલ્લા પંચાયતનું આવતું હતું. જેથી બાર મહિનાના એટલે કે એક વર્ષનો વીજખર્ચ જિલ્લા પંચાયત પર 13 લાખથી પણ વધુ આંબી જતું હતું. જે બચત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ એક બીડું ઝડપ્યું જે માટે જિલ્લા પંચાયતના ભવન પર 68 કિલો વોટની સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી જેથી આ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ થવાથી કચેરીનું લાઈટ બિલ સંપૂર્ણપણે ઝીરો થઈ ગયું અને સામે વીજળી વિભાગ પાસેથી 1.7 રૂપિયા એક યુનિટના લેખે આવક પણ મળતી થઈ

તાલુકા પંચાયતોમાં પણ સિસ્ટમ લગાવવાની શરૂઆત
જિલ્લા પંચાયતમાં કરેલ પ્રયોગ ખૂબ સફળતા તાલુકા પંચાયતમાં પણ આ સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી જે અનુસંધાને જુનાગઢના ભેસાણ તથા માણાવદર તાલુકા પંચાયતમાં 24 કિલો વોટ ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી જેમાં 15,000 નું બિલ દર મહિને આવતું તે હવે શૂન્ય થઈ ગયું છે આ સાથે જિલ્લાના 20 ગ્રામ પંચાયતમાં ત્રણ કિલો વોટ ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેમાં પણ લાઈટ બિલ ઝીરો થઈ ગયું છે.

હજુ પણ અનેક જગ્યાએ લગાવવાશે સોલાર સિસ્ટમ
જુનાગઢ જિલ્લાની 57 ગ્રામ પંચાયતમાંથી 20 ગ્રામ પંચાયતમાં ત્રણ કિલો વોટ ની સિસ્ટમ લગાવી દેવામાં આવી છે હજુ પણ જેમ જેમ નવા ગ્રામ પંચાયત ભવન બનતા જશે તેમ આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે જેથી વીજ બચત પણ થશે અને સામે આવકનો સ્ત્રોત પણ ઉભો થશે 37 ગ્રામ પંચાયતમાં સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કામ શરૂ છે જે એક મહિનાની અંદર પૂર્ણ થઈ જશે.

તાલુકા પંચાયતના નવા ભવન બન્યા બાદ ત્યાં પણ સિસ્ટમ લગાવાશે
જૂનાગઢની નવી તાલુકા પંચાયત વંથલી તથા વિસાવદર બનવાનું શરૂ છે ત્યારે નવું ભવન બન્યા બાદ આ ભવન પર પણ વીજ ખર્ચ ઓછો થાય તે માટે 24 કિલો વોટ ની સિસ્ટમ લગાવવામાં આવશે.

વીજ ખર્ચ પણ ઘટે છે અને પર્યાવરણ બચે છે
જિલ્લા વિકાસ અધિકારી નિરાંત પરીખે જણાવ્યું હતું કે સોલાર સિસ્ટમ લગાવવાથી વીજ ખર્ચ તો આવતો નથી પરંતુ સામે વીજ બચત પણ થાય છે અને આવકનો એક સ્ત્રોત પણ ઉભો થાય છે જેથી પર્યાવરણ પણ બચે છે.

અન્ય સમાચારો પણ છે...