નિયામક આયુષની કચેરી દ્વારા પ્રેરિત, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ઉપરાંત આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગ અને સામાજિક અગ્રણીઓના સહયોગ થી મુરલીધર સમાજ વાડી, માંગરોળ ખાતે ભવ્ય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
માંગરોળ ખાતે યોજાયેલ આયુષ મેળામાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં 740,હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પમાં 230, અગ્નિકર્મ 80,પ્રકૃતિ પરીક્ષણ 800,આયુષ પ્રદર્શન 6200,યોગનો 180 લોકો એ એમ મળી 8230 લાભાર્થીઓ એ લાભ લીધો હતો.
જેમાં 8000 થી વધુ લોકો એ મેળામાં આયુષ ની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવાર માં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તથા ઉપલબ્ધ આયુર્વેદ ઔષધી, રસોડા અને ઘર આંગણા ની ઔષધીઓનું પ્રદર્શન, આયુષની વિવિધ પદ્ધતિઓનું નિદર્શન થી પણ માહિતગાર થયા હતા.
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા ના હસ્તે મેળાનું ઉદ્ઘાટન થયું હતું. તેમજ આ પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા માંગરોળના અગ્રણી સમાજ સેવકો,પદાધિકારીઓ અને સમાજસેવી સંસ્થા સહિતના ઉપસ્થિત રહયા હતા. આઉદ્ઘાટન સમારોહમાં સાવજ દૂધ ઉત્પાદક સંઘનાચેરમેન દિનેશભાઈખટારીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જીવાભાઇસોલંકી, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ગોવિંદભાઈચાંડેરા, બક્ષીપંચ મોરચા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, ખારવાસમાજના આગેવાન શ્રી પરસોત્તમભાઈ પટેલ, માંગરોળ નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી, માંગરોળ શહેર ભાજપના પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, માંગરોળના અગ્રણી તબીબો અને સામાજિક સંસ્થા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.