નિમણુંક:જૂનાગઢ જિલ્લા ન્યાયાધીશની મહેસાણા ખાતે બદલી કરાઇ

જુનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના રજીસ્ટ્રાર જિલ્લા જ્જ તરીકે નિમાયા

ગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટિસ દ્વારા જૂનાગઢ જિલ્લાની કોર્ટોમાં ન્યાયાધીશોની બદલી અને નિમણુંક કરતા ઓર્ડર જારી કરાયા છે. જૂનાગઢના પ્રિન્સીપલ એન્ડ ડિસ્ટ્રીક જજ અને સેશન્સ જજ રિઝવાનાબેન બુખારીની બદલી કરી મહેસાણા ખાતે પ્રિન્સીપલ ડિસ્ટ્રીક જજ તરીકે નિમણુંક કરાઇ છે.

જ્યારે ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર (રિક્રુમેન્ટ એન્ડ ફાઇનાન્સ) રોહનકુમાર કુંદનલાલ ચુડાવાલાને જૂનાગઢના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક જજ તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે કેશોદ ખાતેના સેકન્ડ એડીશ્નલ ડિસ્ટ્રીક જજ અને એડીશ્નલ સેશન્સ જજ મિલન ગિરીશચંદ્ર દવેની કેશોદ ખાતે એડીશ્નલ ડિસ્ટ્રીક જજ અને એડીશ્નલ સેશન્સ જજ તરીકે બઢતી સાથે નિમણુંક અપાઇ છે.

જ્યારે ભરૂચ ખાતે પાંચમાં એડીશ્નલ ડિસ્ટ્રીક જજ અને એડીશ્નલ સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા બિનાબેન ચંદુલાલ ઠક્કરને જૂનાગઢ ખાતે ચોથા એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ તરીકે નીમણુંક અપાઇ છે. જ્યારે સુરત ખાતે 13માં એડીશ્નલ ડિસ્ટ્રીક જજ અને એડીશ્નલ સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા જયેશભાઇ લક્ષ્મણભાઇ શ્રીમાળીને વિસાવદરના ત્રીજા એડીશ્નલ સેશન્સ તરીકે નિમણુંક અપાઇ છે.

વડોદરા ખાતે સાતમાં એડીશ્નલ ડિસ્ટ્રીક જજ અને એડીશ્નલ સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા શારદાબેન મુળજીભાઇ સોલંકીને વંથલી ખાતે બીજા એડીશ્નલ ડિસ્ટ્રીક જજ તરીકે નિમણુંક કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...