રેટીંગ:જળ સંરક્ષણ સંગ્રહમાં જૂનાગઢ જિલ્લાને વેરીગુડનું રેટીંગ મળ્યું

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારની ટીમે મુલાકાત લઇ, નિરીક્ષણ કરી રેટિંગ આપ્યું

જળ સંરક્ષણ-સંગ્રહમાં જૂનાગઢ જિલ્લાને કેન્દ્ર સરકારની ટીમ દ્વારા વેરી ગુડ રેટીંગ મળ્યું છે. જિલ્લા કલેકટર રચિત રાજે આ ટીમ સાથે બેઠક યોજી, જૂનાગઢ જિલ્લામાં જળ સંરક્ષણ માટે ચાલતા પ્રકલ્પો-ગતિવિધિથી અવગત કરાવ્યા હતા.રાષ્ટ્રવ્યાપી જળ શક્તિઅભિયાન હેઠળ જૂનાગઢ જિલ્લામાં જળસંચય અને સંગ્રહની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્ર સરકારની ટીમ આવી પહોંચી હતી. આ ટીમના કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના આઈડીએસના ડાયરેકટર આર.અરૂલાનંદન અને સેન્ટ્રલ વોટર કમિશનના શ્રીહરી શેખર આવ્યા હતા.

તેમણે જિલ્લાના પરંપરાગત તળાવ જળાશયો સહિતના જળ સંરક્ષણના કામોની વિઝીટ કરી સમગ્ર કામગીરીનું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ ઉમટવાળા, દગડ અને ખીરસરા તળાવ ઉપરાંત કેશોદના ટીટોડી ગામના ચેકડેમ, ચોરવાડ ખાતે ભરતી નિયંત્રણ માટેના જળાશય અને સેંદરડા ખાતેના રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત કરી હતી. આમ, આ ટીમના બંને સભ્યોએ જળસંચય માટેની જમીની વિગતો મેળવી જૂનાગઢ જિલ્લાને વેરી ગુડ રેટીંગ આપ્યું છે. ઉપરાંત જળસંચય માટેના પ્રગતિમાં અને બાકી રહેલા પૂર્ણ કરવા માટે સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...