તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધો.9,10 અને 12ની પરીક્ષામાં 33 જિલ્લામાં જૂનાગઢ જિલ્લો પ્રથમ

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ત્રીજો, ચોથો નંબર

રાજ્યના 33 જિલ્લામાં ગુજરાત વર્ચ્યુઅલ શાળા દ્વારા લેવાતી પરીક્ષામાં જૂનાગઢ જિલ્લાનો પ્રથમનંબર રહ્યો છે. આ અંગે ડીઇઓ આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ધોરણ 9 ના ગણિતમાં 1,237, વિજ્ઞાનમાં 2,942 અને અંગ્રેજી વિષયની પરીક્ષામાં 2,853 વિદ્યાર્થીઓએ જોડાઇ સમગ્ર રાજ્યના 33 જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યા છે.

એવી જ રીતે ધોરણ 10માં ગણિતમાં 1,478, વિજ્ઞાનમાં 3,679 અને અંગ્રેજી વિષયની પરીક્ષામાં 3,356 છાત્રોએ ભાગ લઇ પ્રથમ નંબર મેળવ્યો છે. આ જ પરંપરાને જાળવી રાખતા ધોરણ 12 વાણિજ્ય પ્રવાહમાં નામાના મૂળતત્વોમાં 1,154, આંકડાશાસ્ત્રમાં 831 છાત્રોએ પરીક્ષા આપી સમગ્ર રાજ્યના 33 જિલ્લામાં પ્રથમ રહ્યા હતા. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાન, ગણિતની પરીક્ષામાં ચોથો નંબર તેમજ રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પરીક્ષામાં ત્રીજો નંબર મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો