• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh District Collector Held A Meeting With The Election Officers Through Video Conference, Gave Guidance Regarding The Preparations Related To The Election Process.

ચૂંટણીલક્ષી બેઠક:જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી, ચૂંટણી પ્રક્રિયાની આનુસંગિક તૈયારીઓ સંદર્ભે માર્ગદર્શન આપ્યું

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી(આર.ઓ) સાથે કલેક્ટર રચિત રાજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. ચૂંટણી પંચ નિદર્શો મુજબ મતદાતાઓ માટેની તમામ વ્યવસ્થા ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા આનુસંગિક વ્યવસ્થાઓ તૈયારીઓ સંદર્ભે જરૂરી માર્ગદર્શન અંગે સૂચનાઓ આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે બેઠક યોજ્યા બાદ ચૂંટણી અધિકારીઓ સાથે આ બેઠક યોજી હતી. ઓનલાઇન બેઠકમાં મતદાન મથક પર નિર્ધારિત કરાયેલ સુવિધાઓ, જેવી કે, પીવાના પાણી, રેમ્પ, મતદાર માટે આવવા અને જવાની સુવિધા વગેરે બાબતો ઉપરાંત સંવેદનશીલ મથકો પર વેબકાસ્ટીંગ માટે જરૂરી જનેક્ટીવીટી સહિતના સેટઅપની તપાસવાની સાથે પરીક્ષણ કરવા પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
​​​​​​​સુરક્ષાને મુદ્દે આવશ્યક નિર્દેશો આપવામાં આવ્યાં
​​​​​​​
બીજા રેન્ડેમાઇઝેશન અંગેની સજ્જતાની સાથે સ્ટ્રોંગ રૂમની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મતદાન મથક સુધી EVM લઇ જવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન સહિતના સુરક્ષાને મુદ્દે આવશ્યક નિર્દેશો આપવામાં આવ્યાં હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી સ્ટેશનરીનું ચેકલીસ્ટ બનાવવા સાથે જ મતદાતાની સંખ્યાનુંસાર સ્ટેશનરી બે વાર તપાસવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં cvigil પરની ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમા મળનારી ફરિયાદોનું સમય મર્યાદામાં નિવારણ કરવાની સાથે યોગ્ય રીતે રેકર્ડની જાળવણી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ઉમેદવારોના ખર્ચ બાબતે ખર્ચ નિરીક્ષકોની સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા અને FST-SST ટીમનું નિયમિત રીતે રિપોર્ટીંગ કરવામાં આવે તેમ ઉમેર્યું હતું.
​​​​​​​​​​​​​​ફરિયાદોનું ત્વરિત નિવારણ માટે તૈયાર રહેવા જણાવ્યું
રાજકીય પક્ષોને જરૂરી મંજુરીઓ આપવાની સાથે તેમના પ્રતિનિધિઓને EVM સંબંધી સ્ટ્રોંગ રૂમની ગતિવિધિઓની અવગત કરાવવા આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેમજ રેન્ડેમાઇઝેશન વગેરે જેવી મહત્વની બાબતોની નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે વીડિયોગ્રાફી કરાવી પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું. દરેક વિધાનસભા વાર 24 કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે અને મળેલી ફરિયાદોનું ત્વરિત નિવારણ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મત આપવા માટે પ્રેરિત કરવા માટે જરૂરી પગલાઓ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્તમ મતદાન અને મતદાનનો નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા માટે બુથ લેવલ એવરનેશ ગ્રુપ અને ચૂનાવ પાઠશાળા સાથે બેઠક યોજી, સંબંધિત અધિકારીઓને મતદાનની ટકાવારી વધે તે દિશામાં કામગીરી કરવા માટે જિલ્લા ચૂટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું. પોસ્ટલ બેલેટથી મતદાન પણ સૂચારૂ અને સમયબદ્ધરીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...